Category: રાજકારણ

હરિ પ્રબોધમ પરિવાર આત્મીય યુવા મહોત્સવ 2025 ભરૂચ ના ગ્રાઉન્ડ ખાતે ખાતમુહુર્ત કરી તૈયારી ના ભાગ રૂપે શુભ આરંભ કરાવતા બાકરોલ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરના સંતો ભરૂચ સત્સંગ યુવક મંડળના વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

Read More »
*શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, ડુંગરા, સત્યમનગર, ટીંબા, પાલી અને હલધરૂ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું* ----------  *કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત*  *રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ* -------- *ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત* ---------- સુરતઃબુધવાર: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું હતું. જેમાં મંત્રીશ્રીએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત અને રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત પણ કર્યું હતું, જેમાં OPD રૂમ, મમતા ક્લિનિક, વેઈટીંગ એરિયા, સ્ટાફ ક્વાર્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. નોંધનીય છે કે, અંત્રોલી ગામે રૂ ૨૫૦.૧૫ લાખના ખર્ચે ૧૧ નવા વર્ગ ખંડ, આંબોલી ગામે રૂ.૧૫૦.૯૪ લાખના ખર્ચે ૬ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ, સત્યમનગર ખાતે રૂ.૯૭.૯૪ લાખના ખર્ચે ૪ નવા વર્ગ ખંડ અને ૬ હયાત વર્ગખંડનું રિપેરીંગ, ટીંબા ગામે રૂ.૨૯૫.૧૬ લાખના ખર્ચે ૬ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ, પાલી ગામે રૂ.૧૧૫.૭૮ લાખના ખર્ચે ૫ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ તેમજ ડુંગરા ગામે રૂ.૪૮.૦૯ લાખના ખર્ચે ૧૦ વર્ગ ખંડોનું રિપેરીંગ કાર્યનું ખાતમુહુર્ત તેમજ રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામની પ્રાથમિક શાળાનું લોકાર્પણ સંપન્ન થયું હતું. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ રેખાબેન, શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન, ન્યાય સમિતિના અધ્યક્ષ પુષ્પાબેન, શાસક પક્ષ નેતા રમેશભાઈ શિંગાળા, જિ.પ્રા.શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, તા.પ્રા.શિક્ષણ અધિકારી જ્યોતિબેન, સંગઠન પ્રમુખ બળવંતભાઈ, સંગઠન હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ તમામ ગામોના સરપંચો, શાળાના આચાર્ય, શિક્ષકો-વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, ડુંગરા, સત્યમનગર, ટીંબા, પાલી અને હલધરૂ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું

Read More »

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल