*ગુજરાત ક્ષત્રિય સભા અને દ. ગુજરાત ની વિવિધ સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે તા.૨/૧૦/૨૦૨૬ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે સમગ્ર દ. ગુજરાતમાં વિવિધ સહકારી સંસ્થાઓ માં ચૂંટાયેલા ડિરેકટર આગેવાનો નો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો*


શ્રી રાજપૂત સમાજ ભવન,કીમ તા.ઓલપાડ જી.સુરત ખાતે આયોજન કરવામાં આવેલ ગુજરાત ક્ષત્રિય સભાના પ્રમુખ કરણસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા જય સોમનાથ રાજપૂત સમાજ ના પ્રમુખ શ્રી તખતસિંહ દેસાઈ, સુમલ ડેરી સુરતના વાઈસ ચેરમેન શ્રી ભરતસિંહ સોલંકી,કામરેજ સુગર ફેક્ટરી ના વાઇસ ચેરમેન શ્રીમતી છાયબા ગોહિલ અને સુ.ડી.કો ઓ.બેક.લી ના MD મહાવીર સિંહ ચૌહાણ તેમજ વિવિધ સુગર ફેક્ટરીમાં ચૂંટાયેલા ૧૨ જેટલા ડિરેક્ટરશ્રીઓ તથા ગુજરાત ક્ષત્રિય સભા ના દક્ષિણ ઝોન ના નવ નિયુક્ત હોદ્દેદારો નું સન્માન કરવામાં આવ્યુ.

.ગુજરાત ક્ષત્રિય સભા અને સહયોગી રાજપૂત સમાજ અન્ય સંસ્થાઓ ના સર્વે આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો ..અભિનંદન.જય સોમનાથ.જય રઘુનાથ.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ કિમ : 9016924808






