Category: શિક્ષણ

વર્ષ 2025 દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇન સુરત પીડીત મહિલાઓની મદદે.* ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ અને ઇ. એમ. આર. આઇ ગ્રીન હેલ્થ સર્વિસીસ દ્વારા કાર્યાન્વિત 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાતની પીડીત મહિલાઓ માટે આશીર્વાદરુપ બની રહી છે મહિલાઓની શારિરીક, માનસિક, જાતીય સતામણી કે ઘરેલુ હિંસા સહિતની હેરાનગતીમાં અસરકારક કાઉન્સેલિંગ, સરકારશ્રીની એજન્સીઓ સાથે સંકલન કરી મદદ, માગૅદશૅન અને બચાવ કાર્ય કરેલ છે. લગ્નજીવનના વિખવાદો, પાડોશી સાથેના અણબનાવ, બિનજરૂરી કોલ મેસેજથી હેરાનગતી, છેડતી વગેરે કિસ્સાઓમાં મદદરૂપ બની દીન પ્રતિદિન મહિલાઓમાં વધુ વિશ્વાસ અને પ્રતિભાવ મેળવવામાં આવી રહેલ છે જેથી આજે ગુજરાતની મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓ માટે અભયમ એક સાચી સાહેલી તરીકે બની રહી છે. જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 દરમિયાન 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં મદદ માટે રાજ્યભરમાંથી કુલ 183520 કોલ આવેલ જેમાં 37780 જેટલા અતિ સંવેદન કિસ્સાઓમાં અભયમ ટીમ ઘટનાસ્થળે પહોચી મદદ, માર્ગદર્શન અને બચાવકાર્ય કરેલ છે જયારે અન્ય કિસ્સાઓમાં અસરકારક કાઉન્સેલિંગ, સરકારી એજન્સીઓ સાથે સંકલન કરી આશ્રય, જરૂરી સહયોગ અને સમાધાન કરાવેલ છે. સુરત જીલ્લામાં વર્ષ 2025 દરમિયાન 15009 જેટલા જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવેલ જેમાંથી 2735 કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ડિસ્પેચ કરવામાં આવેલ. આ કેસમાં સમાધાન 1838 અને 734 કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ એજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા. કુલ કોલમાં કસ્ટડીના 249, ઘરેલુ હિંસાના 7262, લગ્ન જીવનના વિખવાદો 1146, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના 353, શારીરિક, માનસીક, જાતીય હેરાનગતીના 2125, પરીવાર છોડેલ 373, અન્ય સબંધોના 326, કાયદાકીય માર્ગદર્શન 219, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિનાં 382 અને અન્ય મહિલાલક્ષી પ્રશ્નોના 2363 જેટલા કોલ આવ્યાં હતાં. વર્ષ દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓ.એસ.સી, પી.બી.એસ.સી, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરો તરફથી નોંધપાત્ર સહયોગ મળી રહ્યો હતો આમ અભયમ ટીમ દ્વારા લગ્નજીવન અને લગ્ન બહારના સબંધો, ઘરેલું હિંસા, શારીરિક માનસિક અને જાતિય સતામણી અને બીનજરૂરી કોલ મેસેજથી હેરાન થતા મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થીનીઓના જીવનમાં આવેલ આપતીમાં મદદ, માર્ગદર્શન અને બચાવ દ્વારા મહિલા સલામતી, શાંતિ અને પારીવારીક, સામાજિક એકતા અને સુલેહ માટે પ્રશંસનીય કાર્ય કરવામાં આવ્યું હતું…

Read More »

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल