કામરેજ તાલુકા દેલાડગામ ખાતે 11 તારીખ રવિવારને દિને ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા નેકનામદાર સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ના, “ત્યાગ દિવસ” ના આયોજનના જાહેર આમંત્રણના સંદર્ભે શ્રી કામરેજ વિભાગ રાજપૂત સમાજ ના વડીલ અગ્રણીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વસવાટ કરતા ક્ષત્રિય રાજપૂત ભાઈઓ બહેનો તથા યુવાનોને આ ઐતિહાસિક ક્ષણે “ત્યાગ “દિવસે પધારવા આમંત્રણ આપ્યું છે

આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના સુરત જિલ્લા પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ .સુરત શહેર રાજપૂત સમાજ ના અગ્રણી મદનસિંહ અટોદરીયા. રાકેશસિંહ ચૌહાણ. બારડોલી વિભાગ રાજપૂત સમાજ ના પૂર્વ પ્રમુખ ધીરજસિંહ ઠાકોર ( બાપુ)શ્રી કામરેજ વિભાગ રાજપૂત સમાજ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને સંગઠન કન્વીનર મેહુલસિંહ દેસાઈ. ઉપપ્રમુખ ચેતનસિંહ મોરી .મુકેશસિંહ દેસાઈ . કિરપાલસિહ દેસાઈ અજીતસિંહ નિયોરીયા વગેરે મહાનુભાવો દેલાડ ગામનાં તથા કામરેજ વિભાગ રાજપૂત સમાજના યુવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપથિતરહ્યા આજ રોજ મીડિયાના મધ્યમથી દક્ષિણ ગુજરાત ના ક્ષત્રિય રાજપુતોને પધારવા માટે વિગત વાર કાર્યક્રમની જાણકારી આપી આહવાહન કરવામાં આવ્યું છે. ભારત દેશની એકતા અખંડતા માટે સૌપ્રથમ પહેલું 1800 પાદર નું રજવાડા નો ત્યાગ આપનારા રાજવી નેક નામદાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ના વંશજ જયવીરરાજસિંહ ગોહિલ મુખ્ય અતિથિ તરીકે કામરેજ દેલાડગામ ખાતે પધારવાના હોય અને ગુજરાતમાં વસવાત કરતાં રાજપુત યુવાનો જેમને યુથ આઇકોન માને છે.

ભાવનગર ના હાલ ના યુવરાજ સાહેબની મુલાકાત અવસર નો લાભ લેવા યુવાનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમવાર 11 તારીખ ને રવિવારના દિવસે આ “ત્યાગ દિવસ” નો કાર્યક્રમ થવા જય રહ્યો છે રાજપુત સમાજ ના યુવાનો સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં પધારશે જેવી આશા પ્રમુખશ્રી દ્વારા વ્યક્ત કરાઈ છે.. …. આ એક એવી ગૌવરાતિત ક્ષણ છે કે ગુજરાતમાં કોઈ રાજ પરિવાર ના સદસ્ય આઝાદી પછી સૌ પ્રથમ વાર દ. ગુજરાતમા સામાજિક કાર્યક્રમ અંતર્ગત પધાર્રી રહ્યા છે.. … ભાવનગરના હાલના યુવરાજ જયરાજસિંહ આ નવી પહેલ જે પ્રજા અને રાજપરિવાર વચ્ચે પ્રેમ સુમેળ ભર્યો એક આત્મીયતાનો સંદેશ પાઠવે છે. …… “મારી પ્રજાનું કલ્યાણ થાજો “







