ગુજરાત સુરત ઇતિહાસમાં આ પહેલી વાર આટલી મોટી માત્રામાં કોબ્રા સાપનું ઝેર પકડાયું ..

ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી વાર આટલી મોટી માત્રામાં કોબ્રા સાપનું ઝેર પકડાયું છે. સુરત શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને અંદાજે ₹5.85 કરોડની કિંમતનું ઝેર જપ્ત કરવામાં આવ્યું હતું અને 7 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી. કરોડો રૂપિયાની ઓફર કરીને સોદો નક્કી કરવામાં આવ્યો.

પકડાયેલા આરોપીઓ સુરત અને વડોદરાના રહેવાસી છે. સાપના ઝેરનો ઉપયોગ નિયંત્રિત તબીબી અને સંશોધન ક્ષેત્રોમાં કાયદેસર રીતે થાય છે, જેમાં બ્લડ પ્રેશર નિયંત્રણ, લોહી ગંઠાઈ જવાની દવાઓ, હૃદયરોગના હુમલાથી બચવા, ઝેર વિરોધી દવાઓ અને કેન્સર સંશોધનનો પણ સમાવેશ થાય છે તેનો ઉપયોગ ગેરકાયદેસર રીતે નશા માટે, રેવ પાર્ટીઓમાં અથવા જીવતા સાપ દ્વારા કરડવા જેવી ખતરનાક અને ઘાતક રીતે થાય છે, જે એક ગંભીર ગુનો છે. જો કે પોલીસે આ મોટી કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल