Category: રમતગમત

*શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, ડુંગરા, સત્યમનગર, ટીંબા, પાલી અને હલધરૂ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું* ----------  *કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત*  *રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ* -------- *ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે નિર્માણ પામનાર આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત* ---------- સુરતઃબુધવાર: શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું હતું. જેમાં મંત્રીશ્રીએ કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, સત્યમનગર, ટીંબા, પાલી ગામે ૯.૧૦ કરોડના ખર્ચે શાળાઓમાં ૩૨ નવા વર્ગ ખંડોનું ખાતમુહુર્ત અને રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટીંબા ગામે રૂ.૩૫ લાખના ખર્ચે આયુષ્યમાન આરોગ્ય મંદિરનું ખાતમુહુર્ત પણ કર્યું હતું, જેમાં OPD રૂમ, મમતા ક્લિનિક, વેઈટીંગ એરિયા, સ્ટાફ ક્વાર્ટર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે. નોંધનીય છે કે, અંત્રોલી ગામે રૂ ૨૫૦.૧૫ લાખના ખર્ચે ૧૧ નવા વર્ગ ખંડ, આંબોલી ગામે રૂ.૧૫૦.૯૪ લાખના ખર્ચે ૬ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ, સત્યમનગર ખાતે રૂ.૯૭.૯૪ લાખના ખર્ચે ૪ નવા વર્ગ ખંડ અને ૬ હયાત વર્ગખંડનું રિપેરીંગ, ટીંબા ગામે રૂ.૨૯૫.૧૬ લાખના ખર્ચે ૬ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ, પાલી ગામે રૂ.૧૧૫.૭૮ લાખના ખર્ચે ૫ નવા વર્ગ ખંડ અને ૨ હયાત વર્ગખંડનું રિપેરીંગ તેમજ ડુંગરા ગામે રૂ.૪૮.૦૯ લાખના ખર્ચે ૧૦ વર્ગ ખંડોનું રિપેરીંગ કાર્યનું ખાતમુહુર્ત તેમજ રૂ.૮૬.૪૩ લાખના ખર્ચે નવનિર્મિત હલધરૂ ગામની પ્રાથમિક શાળાનું લોકાર્પણ સંપન્ન થયું હતું. મંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને યુનિફોર્મ, શૈક્ષણિક કીટનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ રેખાબેન, શિક્ષણ સમિતિના ચેરમેન ભારતીબેન, ન્યાય સમિતિના અધ્યક્ષ પુષ્પાબેન, શાસક પક્ષ નેતા રમેશભાઈ શિંગાળા, જિ.પ્રા.શિક્ષણાધિકારી જયેશભાઈ પટેલ, તા.પ્રા.શિક્ષણ અધિકારી જ્યોતિબેન, સંગઠન પ્રમુખ બળવંતભાઈ, સંગઠન હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ, કાર્યકર્તાઓ તમામ ગામોના સરપંચો, શાળાના આચાર્ય, શિક્ષકો-વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા કામરેજ તાલુકાના અંત્રોલી, આંબોલી, ડુંગરા, સત્યમનગર, ટીંબા, પાલી અને હલધરૂ ગામે રૂ.૧૦.૪૫ કરોડના શૈક્ષણિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસકામોનું ખાતમુહુર્ત-લોકાર્પણ કર્યું

Read More »

મહુવા સુગર ફેક્ટરી દ્વારા પાક પરી સંવાદ કાર્યક્રમ અંતર્ગત મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ બામણીયા સુગર ફેક્ટરી ની મહુવા ચુંટણી ઝોનના સભાસદોની ખેડૂત શિબિર અને મહુવા ચુંટણી ઝોનના 79 નોમિનલ સભાસદોને આજે સુગરના સભાસદ બનાવ્યા.

Read More »

આજ રોજ મહુવા વિધાનસભા ના વાંકાનેર ગામે અને મહુવા વિધાનસભાના મઢી ગામ ખાતે પ્રાથમિક સદસ્ય અભિયાન ની ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી જેમાં સુરત જીલ્લા ભાજપ પ્રમુખ  ભરતભાઈ રાઠોડ સુરત જીલ્લા પંચાયત ના કારોબારી અધ્યક્ષ જીતુભાઈ બામણી બારડોલી તાલુકા ભાજપ પ્રમુખ જયંતિ ભાઈ પટેલ જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ની વિશેષ ઉપસ્થિતિમાં સદસ્યતા અભિયાનન હેઠળ ગામની મુલાકાત લીધી.

Read More »
બારડોલી

શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત સુરત જિલ્લા માં હોદ્દેદારો ની નવી નિમણૂક કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ઐતિહાસિક નિર્ણય કેવડિયા ખાતે 260 કરોડના ખર્ચે 5 એકરમાં રજવાડાઓનું રોયલ કિંગડમ મ્યુઝિયમ નુ 31 ઓક્ટોબરે ખાતમુહૂર્ત કરવામાં આવશે આ નિર્ણય સમગ્ર રાજપૂત સમાજ અને શ્રી રાજપુત કરણી સેના માં આનંદની લાગણી છવાઈ છે આ નિર્ણયના આવકારતા બારડોલી શિવાજી ચોક ખાતે કરણી સેનાના હોદ્દેદારો ફટાકડા ફોડી દિવાળી પહેલા દિવાળી ઉજવી છે

Read More »

કીમ‌ . બોલાવ મહાકાલ ક્રિકેટ બોડઁ ધ્વારા આયોજીત (RPL:3:-2024) વિલેજ ગ્રામિણ વેલેજ ટૂનાઁમેન્ટ કે.વી કલ્બ કિમામલી ખાતે જય સોમનાથ રાજપૂત સમાજ ના પ્રમૂખ તખતસિંહ દાદા,કીમ પોલીસ સ્ટેશન ના પી.આઇ . પી.એચ જાડેજા ની વિશેષ ઉપસ્થિતી મા ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો

Read More »

खबरें और भी हैं...

સુરતના ૧૧ વર્ષીય સાર્થક ભાવસારે રૂબિક્સ ક્યુબ ઉકેલવામાં કરી કમાલ: ઉંધા માથે લટકી એક મિનિટમાં સૌથી વધુ ૫ રૂબિક્સ ક્યુબ્સ ઉકેલવાનો રેકોર્ડ બનાવ્યો – ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં મળ્યું સ્થાન: –

Read More »

ઉકાઈના પાથરડા ખાતે રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પ્રેરણા બેઠક યોજાઈ* – *હું એક ખેડૂત અને પશુપાલક છું. એક ખેડૂત બીજા ખેડૂતની વેદના સમજી શકે છે.: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી

Read More »

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल