ભારતીય નૌસેનાના જહાજ INSV કૌંડિન્યએ ગુજરાતના પોરબંદરથી ઓમાનના મસ્કટ સુધીની પહેલી યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ભારતનો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવામાં આ મોટી સફળતા છે. અજંતાની ગુફાઓમાં દર્શાવવામાં આવેલા પાંચમી સદીના જહાજથી પ્રેરણા લઈને આ જહાજ તૈયાર કરવામાં આવ્યું હતું. પોરબંદરથી મસ્કટ પહોંચવામાં જહાજને 17 દિવસનો સમય લાગ્યો.
આ જહાજમાં ક્યાંય પણ ખીલી અને ધાતુનો ઉપયોગ કરાયો નથી. લાકડાઓને નારિયેળના રેસા તથા પ્રાકૃતિક રેઝિનથી જોડવામાં આવ્યા. સદીઓ પહેલા ભારતથી દક્ષિણ-પૂર્વ એશિયા સુધી સમુદ્ર યાત્રા કરનારા મહાન ખલાસી કૌંડિન્યના નામ પરથી આ જહાજનું નામ રાખવામાં આવ્યું છે.
જહાજ પર રહેવા માટે કોઈ રૂમની વ્યવસ્થા નહોતી. જહાજના ક્રૂ મેમ્બર્સ સ્લીપિંગ બેગમાં ઊંઘ પૂરી કરતાં હતા. જહાજ પર વીજળીની પણ કોઈ વ્યવસ્થા નથી. ના એન્જિન, ના GPS, આ જહાજ માત્ર હવાના સહારે સઢની મદદથી છેક ગુજરાતથી ઓમાન પહોંચ્યું. અન્ય જહાજોને ચેતવણી આપવા માટે ક્રૂ મેમ્બર્સ પાસે હેન્ડ લેમ્પ હતા. 17 દિવસ માત્ર ખિચડી ખાઈને મુસાફરી કરી.
#India #IndianNavy #INSVKaundinya






