*ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીશ્રી યોગી આદિત્યનાથનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત*

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે આજે તેમના સુરત પ્રવાસ દરમિયાન સામાજિક પ્રસંગમાં હાજરી આપી હતી. મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથના સુરત એરપોર્ટ પર આગમન વેળાએ સાંસદ મુકેશભાઈ દલાલ, ધારાસભ્ય સર્વ શ્રી મનુભાઈ પટેલ, સંગીતા પાટીલ, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી, પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલોત સહિતના મહાનુભાવોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.






