1962ના ભારત-ચીન યુદ્ધ સમયે 600 કિલો સોનું દાન કરનાર દરભંગા રાજપરિવારની અંતિમ મહારાણી કામસુન્દરી દેવીનું 96 વર્ષની વયે અવસાન થયું.

મહારાણી કામસુન્દરી દેવી, દરભંગા મહારાજાની ત્રીજી પત્ની, દેશ પર સંકટ સમયે 600 કિલો (30 મણ) સોનું દાન કરીને અદ્વિતીય દેશભક્તિનું ઉદાહરણ બની. માત્ર સોનાં જ નહીં, પરંતુ દરભંગા રાજપરિવારે ત્રણ વિમાન, 90 એકર એરપોર્ટની જમીન (આજે દરભંગા એરપોર્ટ) તેમજ અન્ય સંપત્તિ પણ રાષ્ટ્રસેવામાં અર્પણ કરી હતી.
દરભંગા રાજપરિવારનો દેશપ્રેમ સ્વતંત્રતા ચળવળથી જ સ્પષ્ટ રહ્યો છે. વર્ષ 1880માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને બચાવવા માટે પણ આ પરિવાર તરફથી આર્થિક સહાય આપવામાં આવી હતી. દેશને પ્રથમ યુનિવર્સિટી માટે 230 એકર જમીન દાન કરનાર પરિવાર પણ દરભંગા રાજપરિવાર જ હતો.
જેણે સંકટ સમયે દેશને બધું અર્પણ કર્યું,
રાજપાટ છોડી દીધા પછી પણ દેશ પર આફત આવી ત્યારે 600 કિલો સોનું આપ્યું—
*ખરેખર તો ભારત રત્ન આમને આપવાનો હોય.*
*આવા મહાન દાનવીર અને અદ્વિતીય દેશભક્ત મહારાણીના નિધનમાં રાજ્ય તરફથી ફક્ત એક જ રાજ્યમંત્રી હાજર રહ્યા— આ છે આજના આપણા દેશના શાસકો.*
મહારાણી કામસુન્દરી દેવીને વિનમ્ર શ્રદ્ધાસુમન 🌼🌼 👏—દેશભક્તિ, ત્યાગ બલીદાન અને ઉદાર દાનવીરતાનું તેમનું જીવન સદાય હમેશા પ્રેરણા આપતું રહેશે.
◼️◼️◼️◼️◼️◼️◼️◼️






