શ્રી કામરેજ વિભાગ રાજપૂત સમાજ દ્વારા દેલાડગામ ખાતે પ્રજા વાત્સલ્ય નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના “ત્યાગ દિવસ”ની ભાવભીની ભવ્ય ઉજવણી

શ્રી કામરેજ વિભાગ રાજપૂત સમાજ દ્વારા દેલાડગામ ખાતે પ્રજા વાત્સલ્ય નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના ત્યાગ દિવસની ભાવભીની ભવ્ય ઉજવણી શ્રદ્ધા અને આદર સાથે કરવામાં આવી હતી.
આ પાવન પ્રસંગે ભાવનગર ના યુવરાજ જયવિરરાજસિંહ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા

ભાવનગર ના યુવરાજ જયવિરરાજસિંહ સ્વરાજ આશ્રમ બારડોલી ની મુલાકાતે  આવ્યા સ્વરાજ આશ્રમ  સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીની સ્મૃતિને નિહાળી શૂતર આંટી ના હાર પહેરાવીને  વંદન  નમન કર્યા : બારડોલી સ્વરાજ આશ્રમ તરફથી અજીતસિંહ સૂરમા ઉપસ્થિત રહી ભાવનગરના યુવરાજ જયવરાજસિંહ તથાં મહાનુભાવોનું  પુષ્પ ગુચ્છથી સાલ ઓઢાડી વિશેષ આદરણીય સન્માન સ્વાગત કરાયું

બારડોલી સ્વરાજ આશ્રમ સંચાલિત કન્યા શાળાની મુલાકાત કરી  નિરંજનાબા કલાથી પણ મુલાકાત લીધી હતી.. 

યુવરાજ જયવિરરાજસિંહ સાહેબનું કામરેજ વિભાગ રાજપૂત સમાજના યુવાનો તથા દેલાડગામ પરિવાર તરફથી ભવ્ય હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ગૌરવંતિત કાર્યક્રમ પ્રસંગે ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખ વાસુદેવસિંહ ગોહિલ. ગુજરાત રાજ્ય ક્ષત્રિય સંકલન સમિતિ મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલ. તથા મીનાક્ષીબા જાડેજા કચ્છ કાઠીયાવાડ રાજપૂત સમાજ ના પ્રમુખ પ્રદ્યુમનસિંહ જાડેજા સુરત શહેર રાજપૂત સમાજના પ્રમુખ મદનસિંહ અટોદરીયા. દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજના( મગોબ)પ્રમુખ પ્રદ્યુમ્નસિહ ગોહિલ. બારડોલી વિભાગ રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ધીરજસિંહ ઠાકોર બાપુ. કામરેજ ના ડી.વાય.એસ.પી આર.આર સરવૈયા. દેલાડ ગામના પ્રમુખશ્રી રઘુવીરસિંહ દેસાઈ કામરેજ વિભાગ રાજપૂત સમાજ ના પ્રમુખ ઇન્દ્રસિંહ ચૌહાણ( રાજેન્દ્રસિંહ) તથા કામરેજ વિભાગના મુખ્ય સંગઠનના કન્વિનર મેહુલસિહ મુકેશસિહ દેસાઈ દેલાડ સામાજિક અગ્રણી રાકેશસિંહ હમીરસિંહ ચૌહાણ પાલી. જનકસિંહ મોહનસિંહ ચાવડા .ભાદા.દિલીપસિંહ રાઠોડ.સુરત જિલ્લા ભા.જ.પાના પૂર્વ પ્રમુખતથા દેલાડગામ અગ્રણી અજીતસિંહ નિયોરીયા અને વાલોડ.વાસંદા . વાલિયા.બારડોલી .સચિન મરોલી.સેલવાસ તાપી વગેરે વિભાગના રાજપૂત સમાજના સામાજિક પ્રમુખશ્રી અગ્રણીઓ હાજર રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કામરેજ વિભાગ રાજપૂત સમાજ ની યુવા. યુવતીઓ ની ટીમ અને ઉપપ્રમુખ ચેતનસિંહ મોરી .મહામંત્રી ક્રિપાલસિહ દેસાઈ. ગુજરાત આત્મીયતા સાપ્તાહિક અખબારના તંત્રી શ્રી અને મીડિયા કન્વીનર હિમાંશુ સિંહ ઠાકોર . પ્રતીકસિહ દેસાઈ. ક્રિરપાલસિંહ ચાવડા. મુકેશસિંહ દેસાઈદેલાડ. .જીતેન્દ્રસિંહ દેસાઈ. રાજેન્દ્રસિંહ દેસાઈ સમસ્ત ડેલાદ ગામ સમાજ ના વડીલશ્રી ઓ,આગેવાનશ્રીઓ , યુવા મિત્રો, માતાઓ,બહેનો, દીકરીબાઓ સર્વે ગામ પરિવાર ની વિશેષ ઉપસ્થિતિમાં ખૂબ ઉત્સાહપૂર્વક આ ત્યાગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, બદલ કામરેજ વિભાગ રાજપૂત સમાજ તરફથી આપ સૌને હાર્દિક આભાર અને અભિનંદન વ્યક્ત કરીએ છીએ.

આ ઐતિહાસિક” ત્યાગ દિવસ” કાર્યક્રમની સફળતા માટે આપ સૌએ આપેલા સહયોગ બદલ સાચા હૃદયથી ખૂબ ખૂબ આભાર સહ નમન વંદન કરીએ છીએ.

” મારી પ્રજા નું કલ્યાણ થજો “

શ્રી રાજપૂત સમાજ કામરેજ વિભાગ તથા . રઘુવીરસિહ દેસાઈ : પ્રમુખશ્રી દેલાડગામ સમસ્ત પરિવાર ના જય માતાજી જય રાજપુતાના….. 

તંત્રી શ્રી :-  હિમાંશુસિંહ ઠાકોર :  ગુજરાત આત્મીયતા ન્યૂઝ (સાપ્તાહિક) અખબાર : 9016924808 

Gujarataatmiyata.in : Gujarat Aatmiyata News

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल