સંરક્ષણ લગભગ અદ્રશ્ય હોય છે.. જ્યાં સુધી તેની આવશ્યકતા સમજાય ત્યાં સુધી.
થોડા દિવસ પહેલાં એક પોસ્ટમાં પ્રશ્નો આવ્યા હતા કે વિમા એજન્ટનું કામ શું હોય છે???છેલ્લે સુધી વાંચીને અભિપ્રાય જરૂરથી જણાવશો.
આ ફોટામાં, કોઈ આંકડા નથી. કોઈ પોલિસીના શબ્દો નથી કે કોઈ પ્રીમિયમના ચાર્ટ નથી.
છતાં, તે સૌથી શક્તિશાળી વીમાની આવશ્યકતા વિશે વાત કહી જાય છે.
જ્યારે ઘરમાંથી કમાણી કરનાર મુખ્ય સભ્ય ન રહે તો?
એ પછીનું દુઃખ તો અસહ્ય હોય છે સાથે સાથે,
👉 લીધેલી લોનના EMI બંધ કરતું નથી
👉 બાળકોના શાળા અભ્યાસની ફી અટકતી નથી
👉 ઘરનો દૈનિક ખર્ચ પણ બંધ થતો નથી
👉 બાળકો માટે જોયેલાં સપનાં સાકાર થતાં અટકી જાય છે.
આ સંજોગોમાં પરિવાર જે ગુમાવ્યું છે તેને “પાછું મેળવવાનો” પ્રયાસ કરે છે. લાગણીઓ અને આર્થિક રીતે. પરંતુ ફક્ત પ્રેમ અને લાગણીઓ આવકનું સ્થાન લઈ શકતી નથી
અહીં ટર્મ ઇન્શ્યોરન્સ શાંતિથી ‘આર્થિક રીતે પરિવાર માટે આત્મનિર્ભરતા અને આત્મસન્માન માટે મજબૂત ટેકો’ બની જાય છે.
એ પણ વાસ્તવિકતા છે કે ટર્મ પ્લાન
✅ નુકસાન અટકાવતું નથી.
✅ જનાર વ્યક્તિનું દુઃખ અને પીડા ઘટાડતું નથી.
✅ પરંતુ તે સંભવિત આર્થિક તકલીફો અટકાવે છે.
એક વીમા વ્યાવસાયિક તરીકે, આ વાસ્તવિકતાનો પરિચય કરાવવો જરૂરી લાગ્યો. આ વાતને લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કર્યો છે.
જેમ કે,
➕ ટર્મ પ્લાન એ કમાનાર વ્યકિતનું ઇન્કમ રિપ્લેસમેન્ટ છે. એને ફકત વિમા યોજના કે પ્રોડક્ટ ન સમજો.
➕ એ રિસ્ક મેનેજમેન્ટ ટુલ છે. આને બચત કે રોકાણના આયોજન તરીકે ન જોવું.
➕ કારણ આ એક એવું વચન છે કે જે પરિવારની આર્થિક રીતે સુરક્ષિત રહેશે પછી ભલે આવક કમાનાર વ્યક્તિ ન હોય.
ઘણી વાર, ટર્મ પ્લાન લેવાના નિર્ણયમાં વિલંબ થાય છે કારણ:
❌ લોકોને આ વિષય પર ચર્ચા કરવામાં અસ્વસ્થતા અનુભવે છે
❌ જ્યારે બધું બરાબર ચાલતું હોય ત્યારે જરૂરિયાત નથી દેખાતી.
❌ “આની ક્યાં તાત્કાલિક જરૂર છે” એવી ગેરમાન્યતાઓ પ્રવર્તે છે.
❌ ટર્મ પ્લાનમાં પાકતી મુદતે કશું જ મળતું નથી એટલે પ્રિમિયમના પૈસા “ગયા ખાતે જ હોય છે” રિસ્કની કિંમત નથી સમજાતી.
પરંતુ આ તાત્કાલિકત અને રિસ્કની કિંમત ખરેખર ખૂબ મોડું થયા પછી જ સમજાય છે.
વિમા સલાહકારો, એજન્ટો, ફાઇનાનસ પ્લાનર્સ તરીકે – આપણી ભૂમિકા અગત્યની છે.
ઘણાને પ્રશ્ન હોય છે કે વિમા એજન્ટનું કામ શું હોય છે? બસ આ જ એમનું કામ છે કે દરેક પરિવારને આર્થિક સુરક્ષા માટે માહિતગાર કરવા અને જરૂરી પોલીસી ખરીદવા માટે માર્ગદર્શન આપવું.
આ કોઈ ડરનું વેચાણ નથી.
જીવનની અનિશ્ચિતતા હોય ત્યાં પરિવારના સભ્યો માટે આવકની નિશ્ચિતતા બનાવવાની છે. આપણી શુભેચ્છાઓ એમ જ હોય છે કે પાકતી મુદતે કશું જ ન મળે. પણ એ મુદત દરમ્યાન પરિવાર સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે.
કારણ કે આર્થિક સંરક્ષણમાં વિલંબ એ સંરક્ષણના નકાર સમાન છે.






