*તાપી જિલ્લા તારીખ 18 ડિસેમ્બર વાર્ષિક રમત ગમત મહોત્સવ 2024-2025*
*જય ભારત સાથે અમારી શાળા ઇમેન્યુઅલ મિશન સ્કૂલ ગુણસદા તાલુકા સોનગઢ ના હસ્તે આજે તારીખ 18/12/2024 થી 21/12/2024 સુધી રમત ગમત વાર્ષિક મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.*
*અમારી શાળા ના વ્યવસ્થાપક શ્રી સેમ વાલ્સન સાહેબ તથા એમના ધર્મપત્ની સેલી વાલ્સન ના હસ્તકે આ મહોત્સવ ની શરૂઆત કરવામાં આવી.*
*આ મહોત્સવના મુખ્ય મહેમાન અને ઉદઘાટક તરીકે CA. ડેરેલ સાહેબ અને DR. ગ્રેસ જોન ને આમંત્રિત કરવામાં આવ્યા.*
જેમણે એમના મીઠા બોલ દ્વારા વિદ્યાર્થીઓનો રમત ગમત પ્રત્યે નો ઉત્સાહ વધાર્યો હતો. સાથે શાળા ના આચાર્ય શ્રી હરીશભાઈ ગામીત અને શાળાના શિક્ષકો શાળા ના હેડ બોય અને હેડ ગર્લ ના સાનિધ્યમાં ખૂબ સરસ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અંત માં શાળા નાં શિક્ષિકા બહેનો સારિકા સોની અને સુનીતા ગામીતે આભાર વ્યકત કરી રમત ગમતની શરૂઆત કરી. આ મહોત્સવમાં શાળા ના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો.