નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ*

ગુજરાત આત્મીયતા અખબાર. અને ડિજિટલ ચેનલ

*નિવાસી અધિક કલેક્ટર શ્રી આર. આર. બોરડના અધ્યક્ષપણા હેઠળ તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ*તાપી..

*ધારાસભ્યો અને સાંસદસભ્યો સહીત પ્રજાકીય પ્રશ્નોને પ્રાધાન્ય આપી સમયસર, ઝડપી ઉકેલ લાવવા અનુરોધ*

માહિતી બ્યુરો,તાપી તા.૨૧- તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડ,વ્યારા ખાતે આજરોજ નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બરોડના અધ્યક્ષપણા હેઠળ અને ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.

નિવાસી અધિક કલેક્ટરશ્રીએ તમામ કચેરીમાં ધારાસભ્યો અને સાંસદસભ્ય સહીત પ્રજાકીય પ્રશ્નોને પ્રાધાન્ય આપી સમયસર, ઝડપી અને સુચારુ ઉકેલ લાવવા અનુરોધ કર્યો હતો.તમામ કચેરીમાં આવતા કાગળો 15 દિવસમાં નિકાલ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.

સંકલન સમિતિની બેઠકમાં વિવિધ વિભાગોના શાખા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપતા નિવાસી અધિક કલેક્ટરશ્રી શ્રી આર. આર. બરોડે જણાવ્યું હતું કે, સરકારી વસુલાતો સમય સમયસર કરવી,નિવૃત્ત થનાર કર્મચારીઓના પ્રોવિઝનલ પેન્શન મંજુર કરવાની સાથે સાથે કચેરીમાં રહેલા પડતર કાગળો અંગે પણ તપાસ કરવા જણાવ્યું હતું.તથા સમાચાર પત્રોમાં આવતા નેગેટીવ ન્યુઝને ખાસ ધ્યાને લઇ જરૂરી કાર્યવાહી સમયસર કરવા ખાસ સુચના આપી હતી. વધુમાં જણાવ્યું હતું કે,ધારાસભ્યશ્રીઓના એમના પ્રશ્નોના જવાબ સમયસર મળી જાય તેમજ જરૂર જણાયે વચગાળાના જવાબો કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. આ સાથે નાગરિક અધિકાર,અધિકારી-કર્મચારીઓના નિવૃત્તિ પેન્શન કેસો,એ.જી.ઓડિટ પારા,સરકારી વસુલાત,ખાતાકિય તપાસ, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓ તરફથી મળેલ સંદર્ભ પત્રો,જેવા મુદ્દાઓની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

સંકલનની બેઠકમાં ધારાસભ્યશ્રી મોહનભાઇ કોંકણીએ પોતાના મત વિસ્તારના વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા અને પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવા અંગે અધિકારીઓને જણાવ્યું હતું

સંકલન સમિતિની આ બેઠકમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
0000

ગુજરાતઆત્મીયતા ન્યુઝ:તાપી

Share this post:

खबरें और भी हैं...

શ્રી કારડિયા રાજપુત સમાજ દ્વારા ‘માઁ ભવાની સંસ્થાન’ ના ઉપક્રમે એક ભવ્ય શૈક્ષણિક સંકુલનું નિર્માણ ખાતમુહૂર્ત કાર્યક્રમ ભાવનગર ખાતે મુખ્યમંત્રી પટેલ ની વિશેષ ઉપસ્થિતિમા કાર્યક્રમ સંપન્ન થયો

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल