તા.20/10/2024 સુરત : મહુવા
શ્રી મહુવા પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ બામણીયા સુગર ફેક્ટરી ઝોન સભાસદોની ખેડૂત શિબિર અને મહુવા ચુંટણી ઝોનના 79 નોમિનલ સભાસદોને આજે સુગરના સભાસદ બનાવ્યા
તેમના શેર સર્ટીફિકેટનું વિતરણનો કાર્યક્રમ મહુવા અસ્મિતા ભવન બ્રાહ્મણવાડી ખાતે રાખવામાં આવયો હતો જેમા મહુવા સુગર ફેક્ટરીના પ્રમુખ માનસિંહભાઈ પટેલ તથા મહુવા ઝોન ડિરેક્ટર જીગર ડી નાયક તેમજ સુગર ના ડિરેક્ટર તુષારભાઈ પટેલ,વિપુલભાઈ પટેલ,બળવંતભાઈ આહીર,ડિરેકટર નિકુંજભાઈ ઠાકોર તેમજ એમ.ડી ભાનેશભાઈ પટેલ અને સહકારી આગેવાન હિતેશભાઈ નાયક,જિનેશભાઈ ભાવસાર, શૈલેશભાઈ બારોટ તેમજ મહુવા ચુંટણી ઝોનના સભાસદો ની મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા…