બારડોલી શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ માં “વિજયાદશમી”ના પર્વ પર “દશાનન વધ” કથાનું કઠપૂતળી દ્વારા સુંદર આયોજન .*
** શ્રી મોતા કેળવણી મંડળ મોતા દ્વારા સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોતા માં પ્રિ પ્રાઇમરી ના શિક્ષકો અને નાના ભૂલકાઓ દ્વારા આસુરી શક્તિ પર દેવી શક્તિના વિજયનું પ્રતીક એવા વિજયાદશમીના પર્વની ઉજવણી .
જેમાં આચાર્યશ્રી દીપિકાબેન દેસાઈએ વિદ્યાર્થીઓને રામાયણ જેવા મહાન ગ્રંથની સમજ તેમજ શ્રીરામના ઉત્તમ ગુણો વિશે ચર્ચાઓ કરી બાળકોને રામ જેવા બનવાની પ્રેરણા આપી.
શાળાના શિક્ષકોએ રામ, સીતા , લક્ષ્મણ, હનુમાન, રાવણ જેવા પાત્રો નો કઠપૂતળી શો બતાવી બાળકોને “દશાનન વધ “શા માટે કરવામાં આવે છે તેની વાતો સમજાવવામાં આવી પ્રજાપતિ વિણા બેને આહલાદક ગાન તેમજ પટેલ જયાબેને કઠપૂતળી શો બતાવી અને હઠ , માન,ઈર્ષા,કામ , ક્રોધ, લોભ , મોહ ,ધ્રુણા, અહંકાર,વ્યભિચાર તથા મોબાઈલ ફોન માં youtube facebook instagram જેવી ઓનલાઇન વેબસાઈટ પર અયોગ્ય આંખ કાન બગાડનારા નેગેટિવ પોસ્ટ્સ પિકચર્સ વિડિઓ જોવા વગેરે દુર્ગુણો થી દૂર રહેવા માટે માહિતી આપી તેમજ રામાયણના પવિત્ર ચલચિત્રોની વાતો જેવી કે ભગવાન શ્રીરામ વિચરણ વન ગમન, સીતા હરણ, અને હનુમાનજી સાથે ની મૈત્રી મિલાપ લંકાદહન ,અને અંતે રાવણ દહન ની વાતો બાળકોએ ખૂબ જ ધ્યાનથી સાંભળી, પવિત્ર પોઝીટીવ વાતો સાંભળવા બાળકોનું જીવન પોઝિટિવ બને છે અને રામાયણ ની પ્રશ્નોતરી કરવામાં આવી…
આ પ્રશસનીય કાર્ય માટે શાળાના પ્રમુખશ્રી નવીનભાઈ, મંત્રી શ્રી રમેશ કાકા અને મંડળે આચાર્યશ્રી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.