ઓલપાડ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં પ્રાથમિક શાળા કોબા નો પ્રથમ ક્રમાંક
આજરોજ તારીખ ૧૦-૧૦-૨૦૨૪ ને ગુરૂવાર ના રોજ સોંદામીઠા આશ્રમ શાળામાં ઓલપાડ તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
જેમાં ઓલપાડ તાલુકાની ૫૫ જેટલી પ્રાથમિક શાળાઓએ પોતાની શ્રેષ્ઠ કૃતિ રજુ કરી હતી. તે પૈકી વિભાગ -2 પરિવહન અને સંચાર વિભાગ માં ઇમર્જન્સી સિગ્નલ ફોર એમ્બ્યુલન્સ પ્રાથમિક શાળા કોબા દ્વારા કૃતિ રજુ કરી હતી. આ કૃતિ નો વિભાગ -2 માં પ્રથમ ક્રમ આવ્યો હતો તથા આ કૃતિ તૈયાર કરનાર બાળ વૈજ્ઞાનિકો વેદ કુમાર યોગેશભાઈ પટેલ આકાંક્ષા કુમારી પ્રકાશભાઈ પટેલતથા માર્ગદર્શક શિક્ષક શ્રી જયેશભાઈ પટેલ નું ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. હવે પછી આ કૃતિ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં રજુ કરવામાં આવશે.શાળાના પ્રિન્સિપલ ડો. ધર્મેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા.