તાલુકા અને ગ્રામ્ય કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં એક જ દિવસમાં 5 તાલુકાઓના 114 ગ્રામ્ય વિસ્તારોને આવરી લેવામાં આવ્યા.
..
તાપી જિલ્લામાં 25 વિવિધ સ્થળો પર 280 જેટલા ગામો તથા 2 નગરપાલિકાને સેવા સેતુની 10મી શૃંખલામાં સમવિષ્ઠ કરવામાં આવશે
..
સામાન્ય માનવી સુધી જન કલ્યાણકારી સેવાઓના લાભો સ્થળ પર જ પહોંચાડવાના ઉદ્દેશ્યથી રાજ્યભરમાં સેવાસેતુ કાર્યક્રમની દશમી શ્રૃંખલા ચાલી રહી છે. તાપી જિલ્લામાં તા.17 સપ્ટે.થી સેવા સેતુ કેમ્પની શરૂઆત કરવામાં આવી છે અને તા.23 ઑક્ટો. સુધી વિવિધ 25 સ્થળો પર 280 જેટલા ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત 2 નગરપાલિકાઓને આવરી લેવામાં આવશે. ગત રોજ તા.5 ઑક્ટો.ના રોજ વ્યારા તાલુકાના કપુરા, વાલોડ તાલુકાના દેગામા, સોનગઢ તાલુકાના મોટા બંધારપાડા, ડોલવણ તાલુકાના અંતાપૂર અને કુકરમુંડા તાલુકાના નીભોરા ગામે સેવા સેતુ કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. તાપી જિલ્લાના તાલુકા કક્ષાના/ ગ્રામ્ય કક્ષાના સેવા સેતુ કાર્યક્રમમાં લોકોની સમસ્યાઓનો સ્થળ પર જ ઉકેલ આવે તે માટે પાંચ તાલુકાઓમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુલ 114 ગ્રામ્ય વિસ્તારોને સમાવવામાં આવ્યા હતા.
વ્યારાના કપુરામાં કપુરા પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં કુલ 20 વિભાગના સ્ટોલ રજુ કરવામાં આવ્યા હતા.
તા.5 ઓકટોબરના રોજ યોજાયેલા આ પાંચ તાલુકાઓના સેવા સેતુ કાર્યક્રમ થકી સરકારની સામાજિક, આર્થિક અને આરોગ્યલક્ષી યોજનાઓના લાભો લોકો મળવાપાત્ર વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્વિત કરાયું હતું. લાગુ પડતાં તમામ 114 ગામના નાગરિકોને સરકારની 13 જેટલા વિભાગોની 55 જેટલી યોજનાઓનો લાભ પોતાના ઘર આંગણે લાભ મળ્યો હતો.
————————000000000000—————-