15 ડિસેમ્બરથી ફરી આંદોલનનો પ્રારંભ મધ્યપ્રદેશના ભાઈઓને સંબોધીને મહિપાલ સિંહ મકરાણાએ અપીલ કરી કે 15 ડિસેમ્બર સુધી ખેતીવાડી, લગ્નપ્રસંગો અને વેપારનાં કામ પૂર્ણ કરી લે…મહિપાલસિહ મકરાણા શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ

મહિપાલસિહ મકરાણાએ જણાવ્યું કે માતા કરણીને સાક્ષી માનીને 11 જુલાઈ 2026ના રોજ દેશનોકથી ભાઈઓના વિશ્વાસ સાથે પદયાત્રા શરૂ કરી હતી. 50 ડિગ્રીની ગરમીથી લઈને શૂન્ય ડિગ્રીની ઠંડી સુધી, રણપ્રદેશથી પહાડો સુધી ચાર રાજ્યોમાં આશરે 2,000 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી હતી.
ત્યારબાદ 11 નવેમ્બરથી મધ્યપ્રદેશમાં યાત્રા શરૂ કરી હતી, પરંતુ સરકાર દ્વારા તેમને અને તેમના સેંકડો સાથીઓને જેલમાં મોકલવામાં આવ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. બાદમાં તેમને રાજસ્થાન બોર્ડર સુધી છોડી મૂકવામાં આવ્યા હતા અને જામીનમાં પરવાનગી વિના યાત્રા ન કરવાની શરત મૂકવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
🚩 15 ડિસેમ્બરથી ફરી આંદોલનનો પ્રારંભ
મધ્યપ્રદેશના ભાઈઓને સંબોધીને મહિપાલ સિંહ મકરાણાએ અપીલ કરી કે 15 ડિસેમ્બર સુધી ખેતીવાડી, લગ્નપ્રસંગો અને વેપારનાં કામ પૂર્ણ કરી લે.
15 ડિસેમ્બર 2026: મહાકાલની નગરી ઉજ્જૈનથી ફરી ‘સવર્ણ ન્યાય જનજાગરણ યાત્રા’ શરૂ થશે.
27 ડિસેમ્બર 2026: ભોપાલમાં મોટા આંદોલન અને શક્તિપ્રદર્શનનું એલાન.
મકરાણાએ ચેતવણીભર્યા અંદાજમાં કહ્યું કે હવે માત્ર પદયાત્રા નહીં થાય, પરંતુ ક્રાંતિનો પ્રારંભ થશે અને ભોપાલને જંતર-મંતર દિલ્હીની જેમ આંદોલનનું કેન્દ્ર બનાવવામાં આવશે.
અંતમાં તેમણે કાવ્યપંક્તિઓ સાથે સંદેશ આપ્યો:
“વહ પથ ક્યા પથિક કુશળતા ક્યા,
જિસ પથ મેં બિખરે શૂલ ના હો…
વહ નાવિક કી ધૈર્ય કુશળતા ક્યા,
જબ ધારાઓ પ્રતિકૂલ ના હો…”

તમારો ભાઈ –

શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીય  રાષ્ટ્રીય અધ્યક્ષ

🚩 *મહિપાલ સિંહ મકરાણા* 🚩*સામાન્ય વર્ગનો સિપાહી*

Share this post:

खबरें और भी हैं...

15 ડિસેમ્બરથી ફરી આંદોલનનો પ્રારંભ મધ્યપ્રદેશના ભાઈઓને સંબોધીને મહિપાલ સિંહ મકરાણાએ અપીલ કરી કે 15 ડિસેમ્બર સુધી ખેતીવાડી, લગ્નપ્રસંગો અને વેપારનાં કામ પૂર્ણ કરી લે…મહિપાલસિહ મકરાણા શ્રી રાજપુત કરણી સેના રાષ્ટ્રીય અધ્યક્ષ

Read More »

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल