મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના માઢા ગણેશખેડા ગામમાંથી બે અજાણ્યા ચોરો ને એક વફાદાર ભેંસ ભારે પડી

મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના માઢા ગણેશખેડા ગામમાંથી બે અજાણ્યા ચોર એક વફાદાર ભેંસ અને તેની નાની પાડીને ચોરી કરીને લઈ જઈ રહ્યા હતા આ ભેંસ લગભગ અઢાર કિલોમીટર સુધી ચૂપચાપ તે બંને ચોરો સાથે ચાલતી રહી હતી પરંતુ રસ્તામાં જ્યારે ભેંસને પોતાનું જૂનું અને પરિચિત ઝંડી ગામ દેખાયું ત્યારે તેણે એવી અદભુત હોશિયારી બતાવી કે ચોર હેરાન રહી ગયા ઝંડી ગામના મૂળ રહેવાસી અરવિંદ લોધીએ પોતાની આ ભેંસને ત્રણ મહિના પહેલા પોતાના સસરાના ઘરે સાચવવા માટે રાખી હતી પાંચ નવેમ્બરના દિવસે બાઈક પર સવાર થઈને આવેલા બે તસ્કરોએ આ પશુઓની ચોરી કરી લીધી હતી સંજોગોવશાત ચોરો ભેંસને હાંકીને જે માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા તે રસ્તો ઝંડી ગામ તરફથી જ નીકળતો હતો પોતાનું ગામ નજીક આવતા જ ભેંસે અચાનક ચોરોની પકડમાંથી પોતાને મુક્ત કરાવીને જોરદાર દોટ મૂકી દીધી તે સીધી દોડીને પોતાના સાચા માલિકના ઘર આગળ પહોંચી ગઈ અને પોતાના જૂના ખીલે જઈને ઊભી રહી ચોર પણ પાછળ આવીને ભેંસ પોતાની હોવાનો જૂઠો દાવો કરવા લાગ્યો શંકા જતા માલિકે સાસરે ફોન કરીને સચ્ચાઈ જાણી લીધી ગામલોકોએ ચોરને પકડીને પોલીસને સોંપી દીધો જ્યારે તેનો સાથી ભાગી ગયો હતો.. .. 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल