બારડોલી: 📍 શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા અને ટ્રાફિક જામની સમસ્યા નિવારવા બારડોલી ટાઉન પોલીસે લાલ આંખ કરી છે…

*બારડોલીમાં આડેધડ પાર્કિંગ કરનારા ચેતી જજો! ટાઉન પોલીસે રસ્તા વચ્ચે વાહન મૂકનારાઓ પર ફટકાર્યા ઈ-મેમો* 🚨🚗

બારડોલી: 📍 શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રાખવા અને ટ્રાફિક જામની સમસ્યા નિવારવા બારડોલી ટાઉન પોલીસે લાલ આંખ કરી છે. જાહેર માર્ગો વચ્ચે અવરોધરૂપ રીતે વાહનો પાર્ક કરતા બેદરકાર વાહનચાલકો સામે પોલીસે કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરી ઓનલાઇન મેમો ફટકારવાની સઘન ઝુંબેશ શરૂ કરી છે. 🛑📑

આડેધડ પાર્કિંગ પર પોલીસનો સપાટો: 👮‍♂️📸 બારડોલીના મુખ્ય માર્ગો અને બજારોમાં ઘણા વાહનચાલકો રસ્તા વચ્ચે કે નો-પાર્કિંગ ઝોનમાં બેફિકરાઈથી વાહનો મૂકી જતા રહેતા હતા, જેના કારણે રાહદારીઓ અને અન્ય વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. ટ્રાફિક અડચણરૂપ બનેલા આવા વાહનોના ફોટા પાડી બારડોલી ટાઉન પોલીસ દ્વારા સીધા ડિજિટલ/ઓનલાઇન મેમો ઈશ્યૂ કરવામાં આવ્યા છે. 📱💳

નિયમોનું પાલન કરવા પોલીસની અપીલ: ⚠️🗣️ પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે નિયત પાર્કિંગ સ્થળોએ જ પોતાના વાહનો મૂકવા. રસ્તા પર અડચણરૂપ પાર્કિંગ કરનારાઓ સામે આગામી દિવસોમાં આ જ પ્રકારે વધુ કડક પગલાં ચાલુ રહેશે, જેથી દંડથી બચવા ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવું. લાઈક કરો 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल