કચ્છ ભુજ ભચાઉ ખાતે જાડેજા ફાર્મ-1 ખાતે દિવાળીના પવિત્ર અને આનંદમય પર્વ નિમિત્તે રાપર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજા દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
દિવાળીના આ પાવન અવસરે જરૂરિયાતમંદ પરિવારોના જીવનમાં ખુશીઓનો નાનકડો પ્રકાશ પાથરવા અને તેમના ચહેરા પર સ્મિત લાવવાના ઉમદા હેતુથી આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.

આ પ્રસંગે ભચાઉ તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી વિક્રમસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી વિજયસિંહ જાડેજા, કુંભારડી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ શ્રી શક્તિસિંહ જાડેજા, માનાભાઈ રબારી સહિત યુવા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહીને સરાનિય કામગીરી કરી છે..






