સુરત: આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટના ભદ્રિકા ગાંધીના માર્ગદર્શન હેઠળ ૫૧ વિધવા બહેનોના બાળકોને સ્કૂલ કીટ વિતરણ કરાઈ ​..

 આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત : સુરત: આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટના ભદ્રિકા ગાંધીના માર્ગદર્શન હેઠળ ૫૧ વિધવા બહેનોના બાળકોને સ્કૂલ કીટ વિતરણ કરાઈ



માનવ સેવા અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેતા સુરત આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતું એક ખૂબ જ સંવેદનશીલ અને પ્રેરણાદાયી સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. સંસ્થાના મુખ્ય અગ્રણી ભદ્રિકા બેન ગાંધી ના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતી વિધવા ભગિનીઓના ૫૧ જેટલા બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવાના પ્રયાસ સાથે નિઃશુલ્ક સ્કૂલ કીટ (ચોપડા અને સ્ટેશનરી) નું આજ વિતરણ કરવામાં આવ્યું

 આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત: આ વિતરણ કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના હોદ્દેદારો અને મહિલા કાર્યકરોએ હાજર રહીને બાળકો અને માતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
​આ પ્રસંગે ભદ્રિકાબેન ગાંધીએ જણાવ્યું હતું કે, “પતિનું છત્ર ગુમાવી ચૂકેલી આ બહેનોના બાળકો આર્થિક પરિસ્થતિના કારણે તેમના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય એ આપણી સામાજિક ફરજ છે. આ ૫૧ બાળકો ભણી-ગણીને પોતે આત્મનિર્ભર બને અને આવા દરેક ઘણા પરિવારનો સહારો  આ ટ્રસ્ટ નો સેવાકાર્ય કરવા માટે મુખ્ય ઉદ્દેશ્ય છે.”


​પોતાના પતિ વગર સતત સંઘર્ષ કરી રહેલ વિધવા માતા બહેનો સંઘર્ષની વચ્ચે આત્મકુંજ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી મળેલી આ શૈક્ષણિક નાની સહાયથી બાળકોના ચહેરા  પર અત્યંત આનંદ છવાયો હતો અને નિરાધાર વિધવા માતા તથા બાળકો એ સંસ્થાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ સમગ્ર સેવાકાર્યને સફળ બનાવવા માટે ટ્રસ્ટના તમામ સેવાભાવી સભ્યો એ આર્થિક સહયોગ આપી  સરાહનીય  કામગીરી કરવામાં આવી…

ગુજરાત આત્મીયતા ન્યૂઝ સુરત :  તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल