
શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં અષાઢી બીજ ના પાવન પર્વ પર ભગવાન જગન્નાથની રથયાત્રાની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

રથયાત્રા ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા સાથે સંકળાયેલ એક તહેવાર છે જે ભારત ભર માં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢી બીજના દિવસે મનાવવામાં આવે છે જગન્નાથનુ મૂળ મંદિર ઓડિસાના જગન્નાથપુરી આવેલું છે. જગન્નાથની રથયાત્રાનું મહત્વ પુરાણકાળથી જોડાયેલો છે બ્રહ્મ પુરાણ સ્કંદપુરાણ અને પદ્મ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે ઓડિસા ઉપરાંત ભારતના ઘણા બધા શહેરોમાં આ તહેવાર ઉજવાય છે વિશ્વભરમાં રથયાત્રાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે ત્યાંરે શ્રી શાંતારામ ભટ્ટ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલ મોતાના ભૂલકાઓ કેમ રહી જાય ???
ચાલો ભગવાન જગન્નાથ ને વૈશ્વિક શાંતિ અને સુખની પ્રાર્થના કરવા નમન કરીએ.
આ પવિત્ર દિવસે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર વસ્ત્ર પરિધાન કરીને આવ્યા હતા…

શિક્ષકો દ્વારા ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રા ની મૂર્તિઓ બનાવવામાં આવી હતી અને સુંદર રથ નું નિર્માણ કરી આકર્ષક રથયાત્રા ની રજૂઆત કરી હતી. આચાર્ય શ્રી દીપિકા બહેન દેસાઈએ વિદ્યાર્થીઓને રથયાત્રાનું મહત્વ સમજાવ્યું શાળાના શિક્ષકોએ જગન્નાથની રથયાત્રાની રોચક વાતો કરી હતી વિદ્યાર્થીઓએ ફૂલોની વધામણી દ્વારા રથયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ પ્રસંગ દ્વારા શાળાના પ્રાંગણમાં ભક્તિમય વાતાવરણનું સર્જન થયું હતું આ પ્રસંશનીય કાર્ય માટે શાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ મંડળના કમીટી સભ્યોએ આચાર્ય દિપીકા બેન શ્રી અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.






