ગુજરાતમાં મેઘતાંડવ: 14 જિલ્લાઓમાં આગામી 3 કલાક ભારે! રેડ એલર્ટ જાહેર, શાળા-કોલેજોમાં રજા અને PM મોદીએ તંત્રોને કરી મદદની ખાતરી….

🚨 *ગુજરાતમાં મેઘતાંડવ: 14 જિલ્લાઓમાં આગામી 3 કલાક ભારે! રેડ એલર્ટ જાહેર, શાળા-કોલેજોમાં રજા અને PM મોદીએ તંત્રોને કરી મદદની ખાતરી* 🌧️⚠️

ગાંધીનગર / અમદાવાદ /સુરત /વલસાડ📍ગુજરાતભરમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજા મુશળધાર બેટિંગ કરી રહ્યા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાતાં તંત્ર હાઈએલર્ટ પર છે.

🛑 14 જિલ્લા માટે ‘રેડ એલર્ટ’, અમદાવાદમાં શાળાઓ બંધ
હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક અત્યંત “ભારે” ગણાવીને રાજ્યના 14 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાને રાખી શાળા-કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સ્થિતિને ગંભીરતાથી લેતાં તંત્રે આવતીકાલે પણ તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે.

🌧️ આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક દરમિયાન નીચે મુજબના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની સંભાવના છે:
* મધ્ય અને દક્ષિણ ગુજરાત: ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, પંચમહાલ, વડોદરા

* દક્ષિણ ગુજરાત: નવસારી, સુરત, તાપી, ડાંગ, વલસાડ
> 📢 SDMA (રાજ્ય આપદા વ્યવસ્થાપન) ની સૂચના: તમામ નાગરિકોને અનાવશ્યક પ્રવાસ ટાળવા અને સરકારી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી કરાઈ છે.
>

📞 વડાપ્રધાન મોદીએ પરિસ્થિતિનો માહિતી મેળવી
ગુજરાતમાં વરસાદી હોનારત અને પૂર જેવી સ્થિતિ સર્જાતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાને રાજ્યની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ અને રાહત સામગ્રી પૂરી પાડવાની ખાતરી આપી છે.

*જાહેરાત અને પ્રેસ નોટ માટે સંપર્ક કરો*

*માહિતી માટે જોડાયેલા રહો! ગુજરાત આત્મીયતા ન્યૂઝ : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल