કામરેજની શ્રી રામકબીર શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો..

કામરેજની શ્રી રામકબીર શાળામાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી


———————-
શ્રી ભારતીય વિદ્યામંડળ સંચાલિત ધી કે . વી . કો . ઓ મા . શાળા ( રામકબીર ) માં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી મૌલિકાબેન એસ શાહ, ( નાયબ સેક્રેટરી ફોરેસ્ટ એન્ડ એનવાયરમેનટ ડિપાર્ટમેન્ટ વિભાગ ગુજરાત સરકાર ) , બળવંતભાઇ સોલંકી ( CRC ઓરણા – કામરેજ ) , ભરતભાઇ સેલાર ની ઉપસ્થિતિમાં યોજાયેલ હતો. શાળાની SPC ની કન્યાઓએ પરેડ તેમજ બેન્ડ દ્વારા મહેમાનોને આવકાર્યા હતા. શાળાના વિદ્યાર્થીઓએ તબલાના તાલે અને હાર્મોનિયમ ના સુરે સરસ મજાની પ્રાર્થના રજુ કરી હતી . શાળાની ૧૬૬ કન્યા ઓને કુમકુમ તિલક કરી, ચોકલેટ વડે મોં મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ધોરણ ૮ ની વાર્ષિક પરીક્ષામાં ઉચ્ચ પરિણામ મેળવનાર કન્યાઓને તથા CET પરીક્ષા , NMMS પરીક્ષા , મુખ્ય મંત્રી જ્ઞાન સાધના પરીક્ષામા મેરિટમાં સ્થાન મેળવનાર તેમજ ખેલ મહાકુંભ અને ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કન્યાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ તેમજ શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રીમતી મૌલિકાબેને પ્રવેશોત્સવ નું મહત્વ સમજાવી કન્યા કેળવણી વિશે માહિતગાર કર્યા હતા.

સુંદર કામગીરી બદલ સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઇ ભક્ત , માનદમંત્રી શ્રી પરેશભાઇ ભક્ત , ખજાનચી શ્રી જીજ્ઞેશભાઇ ભક્ત તથા અન્ય હોદ્દેદારો એ શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઇ દેસાઈ , મા.વિ.ના નિરીક્ષક શ્રી કમલેશભાઈ પટેલ , ઉ.મા.વિ.ના નિરીક્ષક શ્રી કેતનભાઇ દેસાઈ , સમગ્ર શાળા પરિવાર તેમજ શાળાની કન્યાઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી હતી.

ગુજરાત આત્મીયતા ન્યૂઝ :- કામરેજ : તંત્રી શ્રી હિમાંશુ ઠાકોર : 9016924808

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल