विद्याधनं सर्वधनप्रधानम्।
શાળા પ્રવેશોત્સવના ત્રીજા દિવસે આજે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની સરોડી પ્રાથમિક શાળા ખાતે બાળકોનો શાળા પ્રવેશ કરાવવાતા ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કર્યું અને વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાના ચેક અર્પણ કર્યા હતા.
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સરોડી પ્રાથમિક ખાતે અપગ્રેડ કરેલ શાળા ભવન અને નવનિર્મિત ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું
અહીં શાળા પરિસરમાં કિચન ગાર્ડન પણ તૈયાર કરવામાં આવ્યો છે, જે સરાહનીય છે. આના કારણે બાળકો વિવિધ પ્રકારના શાકભાજી અને તેને ઉગાડવાની પ્રક્રિયા નિહાણશે જ.. સાથે તેમને શુદ્ધ ભોજન વ્યવસ્થા નો લાભ પણ મળશે.આજના પ્રસંગે ઉપસ્થિત સૌ વિદ્યાર્થીઓ અને વાલીઓને મુખ્યમંત્રીએ રાજ્ય સરકારની નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો મહત્તમ લાભ લેવાનો અનુરોધ કર્યો.
વિદ્યાપ્રાપ્તિનો આરંભ એ બાળકના જીવનની ખૂબ અગત્યની ઘડી છે. આજે શાળા પ્રવેશ લેનારા સૌ બાળકોને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના મુખ્યમંત્રીએ પાઠવી હતી