26/06/2024 : હાલ વરસાદ આવ્યો કે આવશે પણ ખેડૂતો એ શું કરવું તેની તૈયારી એડવાન્સ માં કરી લીધી છે..!! કોઈએ ખાતર,બિયારણ,રોપા,કલમો કે કોરમાં રોપણી પણ કરી નાખી છે, ઉપરવાળો રીઝે તેની રાહ છે..!!! કુદરત ઉપર સૌથી વધુ ભરોસો મૂકતો સમાજ કહો વર્ગ કહો તો ખેડૂત છે,ખેડૂત ને નબળા વર્ષો ના અનુભવ,અતિવૃષ્ટિ ના અનુભવ કે અનિયમિત વરસાદ ની સ્થિતિ ના અનુભવ હોવા છતાં કુદરત ઉપર વારે વારે ભરોસો મૂકી ને ખાતર,બિયારણ,રોપા,કલમો કે કોરમા રોપવા સુધીનું સાહસ ને ખર્ચ કરી નાખે છે. કેસર કેરીના આંબાની કલમ હોય કે રોપો કીમત 100 ઉપરાંત હોવા છતાં વાહનો ભરી દૂર દૂર થી ખાત્રીબંધ કલમો કે રોપાઓ લાવે છે,તેના માટે ચોક્કસ અંતરે ખાડા કરી,ખાતર અને માટી નાખી રોપાઓ રોપે છે,જો વરસાદ ન થાય,અથવા અતિશય થાય તો ખર્ચેલા નાણાં પડી જવાના છે,આ હકીકત નો અનુભવ હોવા છતાં આ બધુજ સાહસ કુદરત ઉપર ફરી ભરોસો મૂકવામાં પાછી પાની કરતો નથી,અનેક ઠોકરો ખાવા છતાં કુદરત ઉપરનો મજબૂત વિશ્વાસ હોવાથી ખેડૂતને “જગતનો તાત” કહ્યો છે. સરકાર જો આ ફળ ઝાડ ની ખેતી,બાગાયતી ખેતી ને પ્રોત્સાહન આપે તો પર્યાવરણ નો પ્રશ્ન ઉકેલ તરફ ગતિ કરી શકે.!! પરંતુ સમસ્યા પાણી ની પણ છે,બાગાયતી ખેતી પાણી ની વ્યવસ્થા વિના નિષ્ફળ જાય ત્યારે ખૂબ મોટી ખોટ જાય છે..!! આ કાળઝાળ ગરમી,ધોમધખતો તાપ નહિ એ.સી નહિ પાંખો,નહિ છાયડો નહિ બિસ્લેરી બોટલ નું પાણી છતાં ખેડૂત કુદરતી આફતો સામે બાથ ભીડી,કુદરત પર ભરોસો કરે છે,”જગતનો તાત” ફોગટ માં નથી કહેવાયા..!!! પણ સરકાર,શાસકો,નેતાઓ ની દોટ તેની લાગણી માત્ર ઉદ્યોગપતિઓ તરફ કેમ છે,તે સમજવું મુશ્કેલ બન્યું છે..!! સરકાર સફળતા નો યશ લેવા ગમે તે પ્રયત્નો કરે જ્યાં સુધી જગતનો તાત દુખી ત્યાં સુધી સરકાર સુખી ક્યારેય ન હોય,કદાચ ક્ષણિક સુખ મળી પણ જાય,ત્યારે કુદરત ની ગતિ સમજાય જાય તો ઠીક છે,બાકી “કુદરતના ઘેર દેર છે પણ અંધેર નથી” માત્ર સમય સમયનું કામ કરે છે..!!! ફળફૂલ ના વૃક્ષો ના જંગલ ઊભા થવા જોઈએ,સરકારી ફોરેસ્ટ વિભાગ ભ્રષ્ટાચાર થી ખદબદે છે,ખોટા બિલ,ખોટા વચનો,ખોટા આંકડા ની માયાજાળ ઉભી કરી છે,પરંતુ ફોરેસ્ટ વિભાગની ગ્રાન્ટ જો ખેડૂતો ને બાગાયતી ખેતીમાં સબસિડી કે સહાય બનાવી દેવામાં આવે તો ખેડૂતો દ્વારા બાગાયતી ખેતીના જંગલો ઊભા થતા વાર નો લાગે..!!” જય જવાન જય કિસાન “






