બારડોલી થી વાંકાનેર રસ્તાનું વિસ્તરણ અને રિસર્ફેસિંગ કાર્ય કરવામાં આવી રહ્યું છે..

બારડોલી થી વાંકાનેર રસ્તાનું વિસ્તરણ અને રિસર્ફેસિંગ કાર્ય કરવામાં આવી રહ્યું છેઃ
——
હાલના રસ્તાને જરૂરી જગ્યાએ પહોળો કરવામાં આવશેઃ
——–
રાજય સરકાર દ્વારા જયા પણ જરૂરીયાત હોય ત્યાં રસ્તાઓના નવીનીકરણ અને રિસર્ફેસીંગનું કાર્ય હાથ ધરવામાં આવે છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મા.મ. વિભાગ-૨ હસ્તકના બારડોલી–વાંકાનેર રસ્તાનું વિસ્તરણ (વાઇડનિંગ) તથા રિસર્ફેસિંગ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત હાલના માર્ગને જરૂરી જગ્યાએ પહોળો કરવામાં આવશે. જેથી બે-માર્ગીય/મલ્ટી-લેન પરિવહન વધુ સુગમ બને. સાથે સાથે જૂની અને નુકસાનગ્રસ્ત સપાટી દૂર કરીને નવી બીટુમિનસ લેયર નાખવામાં આવશે જેના કારણે માર્ગ વધુ સમતળ, ટકાઉ અને સુરક્ષિત બનશે. આ કાર્ય પૂર્ણ થયા બાદ વાહનવ્યવહારની ક્ષમતા વધશે, ટ્રાફિકમાં ઘટાડો થશે. પ્રવાસ સમયમાં બચત થશે અને સ્થાનિક વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળશે. મુસાફરો માટે મુસાફરી વધુ આરામદાયક અને નિર્ભય બનશે… 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल