*Gujarat Aatmiyata News* : ગુજરાતમાં આજે પણ 10 હજારથી વધુ ગામડામાં પાણીની ગુણવત્તા નબળી છે. લોકોને પીવાલાયક પાણી પણ નથી મળી રહ્યું.
ગુજરાતમાં 203 જળાશય, 4 લાખ 30 હજાર 680 ચેકડેમ-ખેત તલાવડી અને 1 લાખથી વધુ તળાવ છે. જો આ બધાને ઊંડા કરી ખરેખર જળસંચય માટે કામ કરાયું હોય તો ગુજરાતની પ્રજા આજે શુદ્ધ પાણી માટે વલખાં મારી રહી ન હોય. ખુદ સરકારે કબૂલ્યું છે કે, રાજ્યના 8,250 ગામમાં પાણીની ગુણવત્તા નબળી છે. 2,791 ગામના લોકોને ફલોરાઈડયુક્ત પાણી પીવું પડે છે. 455 ગામના લોકો નાઈટ્રેટવાળું પાણી પીવે છે, જ્યારે 792 ગામના લોકોએ ખારું પાણી પીવું પડે છે.
આમ, કુલ 10,288 ગામમાં પીવાલાયક પાણી પણ નથી. આનો અર્થ છે કે, વિકસિત ગુજરાતના કુલ 18,715 ગામમાંથી 55 ટકા ગામોમાં પીવાનું શુદ્ધ પાણી પણ નથી.






