ભાવનગરના નેક નામદાર પ્રજાવત્સલ્ રાજવી મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલ “મારી પ્રજાનું કલ્યાણ થજો “

ભાવનગરના નેક નામદાર રાજવી મહારાજા શ્રી.કૃષ્ણકુમારસિંહજી “મારી પ્રજાનું કલ્યાણ થજો “

ભાવનગરના ઉમદા રાજવી શ્રી.કૃષ્ણકુમારસિંહએ ભારતની સ્વતંત્રતા બાદ ભાવનગર રાજ્યને સરદાર પટેલના ચરણોમાં દેશને સમર્પિત કરી દીધું હતું. અખંડ ભારત નિર્માણ કરવાના સરદાર પટેલના કાર્યમાં સામે ચાલીને પોતાનું રાજ્ય દેશને સોંપી દેનાર તેઓ ભારતના સૌપ્રથમ રાજવી હતા. એમનું વ્યક્તિત્વ હંમેશા એકદમ સરળ અને પ્રજા વત્સલ રહ્યું હતું. એમના જીવન વિષે સંપૂર્ણ માહિતી મેળવવા શ્રી.ગંભીરસિંહ ગોહિલનું પુસ્તક “પ્રજા વત્સલ રાજવી” અવશ્ય વાંચવું.

ભાવનગર રાજ્યના ગોહિલવાડ ના છેલ્લા રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નો ઇતિહાસ.
1912ની 19મી મે એ ભાવનગર રાજ્યના છેલ્લા રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીનો જન્મ થયો હતો. સ્વતંત્ર ભારતના એકીકરણ માંટે સૌપ્રથમ પોતાનું રાજ્ય સરદાર પટેલને સોંપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા. પિતા ભાવસિંહજીના અવસાન બાદ 7 વર્ષની ઉંમરે તેમણે ભાવનગરની ગાદી સંભાળી હતી. 12 વર્ષની ઉંમરે તેઓ ગાંધીજીને મળ્યા હતા. અને તેમનાથી તે ખાસ્સા પ્રભાવિત થયા હતા. તેઓ સુધારાવાદી, પ્રજાવાત્સલ,દિર્ઘદ્ર્ષ્ટા તથા સારા રાજનીતિજ્ઞ હતા.
👉 થોડુ વધારે પણ અગત્યનુ

જન્મની વિગત : ૧૯ મે, ૧૯૧૨

ભાવનગર, ગુજરાત

મૃત્યુની વિગત : ૨ એપ્રિલ, ૧૯૬૫

ભાવનગર, ગુજરાત

રહેઠાણ : નિલમબાગ પેલેસ,

ભાવનગર

રાષ્ટ્રીયતા : ભારતીય

નાગરીકતા : ભારતીય

સક્રિય વર્ષ : ૧૯૧૯ થી ૧૯૬૫
વતન : ભાવનગર, ગુજરાત

ખિતાબ : કમાંડર, હીઝ હાઇનેસ,

મહારાજા રાવ શ્રી,

ભાવનગર સ્ટેટના

મહારાજા,

કે.સી.એસ.આઇ

ધર્મ : હિંદુ

જીવનસાથી : મહારાણી શ્રીમતી વિજયાબાકુંવરબા

સંતાન : વિરભદ્રસિંહજી, શિવભદ્રસિંહ, હંસાકુંવરબા, દિલહરકુંવરબા, રોહિણીકુંવરબા

માતા-પિતા : મહારાણી નંદકુંવરબા – મહારાજા ભાવસિંહજી ગોહિલ (બીજા)

ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા
👉 શરુઆતનું જીવન

કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે ૧૯૧૨ના રોજ ભાવનગરમાં થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ (દ્વિતિય) (૧૮૭૫-૧૯૧૯, શા. ૧૮૯૬-૧૯૧૯)ના જ્યેષ્ઠ પુત્ર અને તેમની ગાદીનાં વારસ હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી.
👉 રાજગાદી

ક્રુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો, જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા, ગ્રામ-પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ધારાસભા” ની રચના વગેરે આગળ ધપાવ્યા. પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા હતા. છતાં તેઓ હંમેશા “ભારતની સ્વતંત્રતા” અંખડ ભારત માટે કટીબદ્ધ રહ્યા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું ૧૮૦૦ પાદર નું રજવાડું રાજ્ય ભેળવી દેનારા દેશ‌ના પ્રથમ રાજવી હતા….

હાલ ના ભાવનગર ના યુવરાજ જયવીરરાજસિંહજી ગોહીલ 

શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાત ના અધ્યક્ષ મેહુલ સિંહ દેસાઈ. કામરેજ વિભાગ રાજપૂત સમાજ સંગઠન ‌ના મુખ્ય સંકલન‌ કર્તા સમગ્ર હોદ્દેદારોની ટીમ સાથે ભાવનગર ખાતે યુવરાજ જયવીરરાજસિંહજી બાપુ સાથે શુભેચ્છા મુલાકાત કરી 

*કામરેજ ખાતે ૧૧ જાન્યુઆરીએ ત્યાગ દિવસની ભવ્ય ઉજવણી — ભાવ નગર ના યુવરાજ સાહેબ શ્રી જયવિરાજસિંહ ગોહીલ બાપુને આમંત્રણ પાઠવ્યું*

કામરેજ: આવનારા ૧૧ જાન્યુઆરીના રોજ કામરેજ તાલુકાના દેલાડગામ ખાતે ત્યાગ દિવસની ભવ્ય ઉજવણી આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના સંદર્ભે આજે શ્રી રાજપુત કરણી સેના દક્ષિણ ગુજરાતના અધ્યક્ષ મેહુલ સિંહ દેસાઈ હોદ્દેદારો અને કામરેજ વિભાગ રાજપૂત સમાજ ના પ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને સંગઠનના પ્રતિનિધિ મંડળે ભાવનગરના પ્રજાવત્સલ્ નેક નામદાર મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહીલના વંશજ ભાવેણાના યુવરાજ સાહેબ શ્રી જયવિરાજસિંહ ગોહીલ સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.

આ મુલાકાત દરમિયાન યુવરાજ સાહેબ શ્રી જયવિરાજસિંહ ગોહીલજીએ ત્યાગ દિવસની ઉજવણી મા પધારવા માટેનું આમંત્રણ હર્ષભેર સ્વીકાર્યું, તેમજ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી છે અને સમાજ પ્રત્યે અત્યંત આવકાર ભરી લાગણી વ્યક્ત કરી હતી.

*કામરેજ વિભાગ રાજપૂત સમાજ*

“મારી પ્રજાનું કલ્યાણ થજો “

ગુજરાત આત્મીયતા ન્યુઝ  તંત્રી : હિમાંશુસિંહ ઠાકોર :- 9016924808 #bhavnagar_samachar

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल