ગુજરાતના મેજર અને નોન-મેજર પોર્ટ્સની ક્ષમતા વધારીને 2047 સુધીમાં ત્રણ હજાર MMTPA કરવાનું લક્ષ્ય…

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે મુંબઈ ખાતે આયોજિત ‘ઇન્ડિયા મેરિટાઇમ વીક 2025’નો કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત મહારાષ્ટ્ર, ગોવા અને ઓડિશાના મુખ્યમંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શુભારંભ કરાવ્યો…

ભારત સરકારના પોર્ટ્સ–શિપિંગ એન્ડ વોટર વેયઝ મંત્રાલય દ્વારા આયોજિત ઇન્ડિયા મેરિટાઈમ વીક-2025 (27થી 31 ઓક્ટોબર)માં અગ્રણી વૈશ્વિક મેરિટાઇમ ઇવેન્ટમાં 100થી વધુ દેશોના મેરિટાઇમ ઇન્ડસ્ટ્રીના લીડર્સ, ઇનોવેટર્સ, ઇન્વેસ્ટર્સ અને સ્ટેકહોલ્ડર્સ એક મંચ પર જોડાયા…







