નૌગામા ગામ : ભક્તિ સેવાભાવી અને એકતાનું પ્રતીક નૌગામાં ગામથી અલગ અલગ તીર્થ ધામોની પદયાત્રા નો આનંદ ઉત્સાહ થી આરંભ કર્યો…

. માંડવી. સુરત. અરેઠ માંડવી તાલુકા નું નોગામા ગામ સેવાભાવી અને એકતાનું પ્રતીક સમાન નોગામાં ગામથી અલગ અલગ  તીર્થ ધામો પદયાત્રા ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભક્તિના ભાવ સાથે જાય છે  ગામના જય અંબે નવ યુવક મંડળ નોગામાં દ્વારા નોગામાંથી અંબાજી સુધીની 11મી પદયાત્રાનું આયોજન કરી

માં આદ્યશક્તિની ભક્તિના ભાગરૂપે આજરોજ તારીખ 24. 10. 2025 ને શુક્રવારના રોજ સવારે 8:00 કલાકે આશરે 20 થી 25 જેટલા પદયાત્રીઓ ચાલતા અંબાજી સુધી જવા નિકળતાઆ સાથે સેવાર્થી ભાઈઓ તેમની સેવા માટે જશે સતત ૧૨ દિવસ સુધી પદયાત્રા કરી તારીખ. 4 .11 .2025 ને મંગળવાર ના રોજ અંબાજી પહોંચી માતાજી ના ગબ્બર પર ધજા ચઢાવશે અને તારીખ. 5. 11 .2025 ને બુધવારના રોજ પરત ફરી”શ્રી આરાસુરી અંબાજી મંદિર” પર નોગામા ગામની ધજા લેહરાવશે. આશીર્વાદ લેશે માતાજીની ભક્તિ ભાવ થી ગામના લોકો સ્વાગત કરશે . આ પદયાત્રા સફળતાથી પાર પડે એવી નોગામા ગામજનો  શુભેચ્છા પાઠવી ગામ થી અંબાજી 11મી પદયાત્રા નિમિત્તે આજે નોગામા ગામમાં જળદેવી માતાજીના મંદિરેથી શોભાયાત્રા કાઢી હતી ગામના અષ્ટક ભુજા અંબાજી માતાના મંદિર સુધી શોભાયાત્રા નીકળી   શોભાયાત્રા ની અંદર ખૂબ આનંદ ઉત્સાહ ગામમાં જોવા  મળ્યો હતો.માતાજીના ભાવિકભક્તો આ પદયાત્રાની અંદર અઢાર વર્ષ લઈને 65 વર્ષ ની ઉંમરના વડીલોના આશીર્વાદ સાથે જોડાયેલા રહ્યા છે માતાઓ બહેનો યુવાનો તથા નાના ભૂલકાઓ સહિત સમગ્ર ગામે ખૂબ જ ઉત્સાહથી સહકાર આપ્યો હતો. માતાજીના ધામના વર્ષોથી પગપાળા જાય છે અને દર્શન કરે  છે

તે બદલ  ગામજનો  ખુબ સહકાર શુભકામના પાઠવી  ખૂબ ખૂબ આભાર આ જય અંબે નવ યુવક મંડળ બધાનો આભાર માને છે “જય માતાજી” સામાજિક અગ્રણી. સુરેશભાઈ નારસિગભાઈ પટેલ : 

રિપોર્ટર દક્ષેશ પટેલ અરેઠ. માંડવી.સુરત ( ગુજરાત આત્મીયતા ન્યૂઝ) 

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल