વલસાડ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ વેઇટીંગ રૂમમાં આવી સુઇ ગયેલ પેસેન્જરનો મોબાઈલ ફોન ચોરી કરનાર ઇસમને પકડી પાડતી “વલસાડ રેલ્વે પોલીસ ટીમ (જી.આર.પી.)” પોલીસ ની સરાહનીય કામગીરી કરવામાં આવી છે

વલસાડ રેલ્વે સ્ટેશન ખાતે આવેલ વેઇટીંગ રૂમમાં આવી સુઇ ગયેલ પેસેન્જરનો મોબાઈલ ફોન ચોરી કરનાર ઇસમને પકડી પાડતી “વલસાડ રેલ્વે પોલીસ ટીમ (જી.આર.પી.)”

મહે. અધિક પોલીસ મહાનિદેશક શ્રી પરીક્ષીતા રાઠોડ સાહેબ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ તથા પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પ.રેલ્વે વડોદરા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એચ ગોર સાહેબ પ.રેલ્વે સુરત વિભાગ સુરતનાઓ દ્વારા વલસાડ રેલ્વે સ્ટેશન હદ વિસ્તારમાં બનતા ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને “Mission Clean Station ” સાર્થક કરવા સુચનાઓ અને માર્ગદર્શન આપવામા આવેલ હોય.

જે અન્વયે વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ. બી. વસાવા સાહેબનાઓએ વલસાડ રેલ્વે સ્ટેશને આવતા જતા પેસેન્જરોનાં ચોરીનાં ગુનાઓ ઉકેલી તેઓનાં મુદામાલ મળી આવેથી તેના મુળ માલિકોને પરત કરવા સુચનાઓ આપેલ.

વલસાડ રેલ્વે પોલીસ સ્ટેશન તા.૦૬/૧૦/૨૦૨૫ ના રોજ ફરિયાદીશ્રી વતનગામ જવાનો હોય રાતના એક વાગ્યે વલસાડ રેલ્વે સ્ટેશન આવેલ અને ટ્રેન સવારની હોય જેથી પ્લેટફોર્મ નં. ૧ ઉપર આવેલ વેઇટીંગ રૂમમાં આવી સુઇ ગયેલ એમની પાસે આછ ભુરા કલરનો Vivo 5G કંપનીનો મોબાઈલ જેની કિંમત રૂ. ૧૪,૦૦૦/- જે મોબાઇલ ફોન એમના પેન્ટના ગજવામાં રાખેલ હોય અને વેઇટીંગ રૂમમાં રાતના કલાક ૦૧/૦૦ વાગ્યે સુઇ ગયેલ અને સવારના કલાક ૦૫/૦૦ વાગ્યે જાગ્યા પેન્ટના ગજવામાં રાખેલ ઉપરોક્ત મોબાઇલ

ફોન મળેલ નહિં જેથી કોઇ અજાણ્યા ઇસમે એમની ઉંઘની તકનો લાભ લઇ ચોરી કરી નાસી ગયેલ હોય જે મુજબનો મોબાઇલ ફોનની શોધખોળ કરી અત્રેના પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મચારીઓની અલગ અલગ કાર્યરત ટીમોએ મોબાઇલની શોધી કાઢી મોબાઇલ ફોન ચોરી કરનાર ઇસમને પકડેલ હોય જેનું નામ પ્રગ્નેશ ઉર્ફ ક્રિષ્ના સ/ઓ દિનેશ જાતે. સોલંકી, ઉ.વ.૨૭, રહે ગાયત્રીનગર નવાગામ ડિંડોલી, ઉધના સુરત જાણવા મળેલ હોય જેથી સદરી ઇસમ વિરૂધ્ધ BNS કલમ ૩૦૩(૨) મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

કામગરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-

(૧) પોલીસ હેડ કોન્સ. પ્રવિણભાઇ રઘુનાથ

(૨) પોલીસ કોન્સ. જતિનકુમાર હિરાભાઇ

(3) પોલીસ કોન્સ. કલ્પેશકુમાર ગોંવિદભાઇ

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल