*આત્મીયતા એ જ સાચો આનંદ*

ગુરુહરિ સ્વામીશ્રીને એક ભક્તરાજે પ્રશ્ર્ન પૂછ્યો, ‘સ્વામિજી! આપના જીવનમાં સૌથી વધુ આનંદની પળ અને સૌથી વધુ દુ:ખની પળ ક્યારે હોય છે?’

ઉત્તર મળ્યો : ‘દરેક પળનો સ્વીકાર કરી, પ્રભુને જ કર્તાહર્તા માની, પ્રભુનું ભજન કરવું એ જ સાચો આનંદ છે. પરંતુ એક વાત ચોક્કસ કહી શકું છું કે, બે ભક્તો જ્યારે અરસ-પરસના સ્વભાવ ભૂલી, આકાર ભૂલી, પૂર્વગ્રહો ભૂલી આત્મીય થતા હોય તે પળે મને ખૂબ જ આનંદ થાય છે અને જે દિવસે ભક્તો અંદરોઅંદર અહમ્થી ટકરાઈને એકબીજાથી દૂર જતા હોય તે દિવસે મને ખૂબ દુ:ખ થાય છે.’

પછી સ્વામીશ્રીએ શાસ્ત્રોના સાર સ્વરૂપે પરાવાણી ઉચ્ચારતાં કહ્યું,
ધરતી પર એક જ આનંદ છે – આત્મીયતા.
ધરતી પર એક જ સાધના છે – આત્મીયતા.
ધરતી પર એક જ અમૃત છે – આત્મીયતા.
ધરતી પર એક જ સુખ છે – આત્મીયતા.

🙏Hari prasad swami 🙏







