
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના નવનિયુક્ત યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના સન્માનમાં આગામી સમયમાં યોજાનાર ભવ્ય સન્માન સમારોહના આયોજન અંગે, શ્રી કમલમ સુરત જીલ્લા ભાજપા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિશેષ બેઠકનું આયોજન સુરત જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ તથા તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજભાઈ વસાવા ની અધ્યક્ષતા માં કરવામાં આવ્યું.

જેમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, વ્યારાના ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, સંયોજક જગદીશભાઈ પારેખ, સુરત જીલ્લા ભાજપા મહામંત્રીશ્રીઓ જીગરભાઈ નાયક, રાજેશભાઈ પટેલ, કિશનભાઇ પટેલ, તાપી જીલ્લા મહામંત્રીશ્રીઓ રાકેશભાઈ શાહ, નિલેશભાઈ ચૌધરી, સુહાગભાઈ પાડવી, સુરત જીલ્લાના તમામ મંડળના પ્રમુખ/મહામંત્રીશ્રીઓ બારડોલી તાલુકા ભાજપા ના હોદેદારો મહાનુભાવો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી : 9016924808






