શ્રી રાજપૂત યુવા મંડળ પલસાણા વિભાગ દ્રારા દશેરા પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી શસ્ત્ર પૂજન અને અદભુત ક્ષત્રિય શોર્ય જીવંત અનુભૂતિ કરાવતી તલવારબાજી કરવામાં આવી..

     શ્રી રાજપુત યુવા મંડળ પલસાણા વિભાગ દ્રારા સંગઠનની ભાવના વઘે તથા રાજપૂત સમાજ માટે શોર્યના પ્રતિક સમાન અને આદીકાળથી ચાલી આવતી પરંપરાને જીવંત રાખવાના હેતુથી સામુહિક રીતે સંપુર્ણ શાસ્ત્રોક્ત વૈદિક વીઘી અનુસાર દશેરા શસ્ત્ર પૂજનનુ આયોજન આ વર્ષે વાકાંનેડા ગામ મુકામે કરેલ હતું

જેમાં ૧૫૨ બાળકો, યુવાનો અને દિકરીબાઓએ આ શસ્ત્ર પૂજનમા જોડાયા હતા અને ત્યાર બાદ મહેમાન કાર્યક્રમ દરમીયાન મુખ્ય મહેમાન તરીકે રાજપૂત સમાજના મોભી એવા દિલીપસિંહ રાઠોડ (સામાજીક આગેવાન), પ્રઘ્યુમનસિંહ જાડેજા (પ્રમુખશ્રી, કચ્છ કાઠીયાવાડ રાજપૂત સમાજ), મદનસિંહ આટોદરીયા (સામાજીક આગેવાન), ડો. કશ્યપસિંહ ખરચીયા (સરકાર નિયુક્ત એકઝીકુટીવ કાઉન્શીલ), ડો. પ્રતિકસિંહ દેસાઈ (ઓર્થોપેડીક સર્જન ક્રિષા હોસ્પિટલ), મુખ્ય વક્તા તરીકે હર્ષરાજસિંહ(પ્રિન્સ) શૈલેન્દ્રસિંહ મહિડા અને પલસાણા તાલુકાના વિવિધ ગામોના રાજપૂત સમાજના સામાજીક તથા રાજકીય આગેવાનોએ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારવા સાથે એમની હાજરી ઉર્જા વર્ધક હતી અને મહેમાન કાર્યક્રમ દરમીયાન ૧૦૦૦ થી વઘુ રાજપૂત સમાજના લોકો હાજર હતા જેમાં શ્રી રાજપૂત યુવા મંડળ પલસાણા વિભાગ દ્રારા છેલ્લા ૧૦ વર્ષથી કરેલ કાર્યસુચીમાં “સમાજ સુરક્ષા યોજના” દ્રારા ૧૮ ભાગમાં મરણોત્તર સહાય કુલ ૨૦,૬૫,૨૦૦ જેટલી મોટી રકમ સમાજના જરૂરીયાત મંદ પરિવારને આકસ્મિક મરણમાં ઘરના સભ્યોને આપી છે અને આજના સંસ્કારના દુકાળ ગ્રસ્ત સમયમા બાળકોને યુવાનો સંસ્કારી બને એ હેતુથી શ્રી ક્ષત્રિય યુવક સંઘ સાથે સમન્વય કરી ડાંભા, કરાળા અને વાંકાનેરડા ગામમાં સંસ્કાર મય શાખાનું છેલ્લા ૮ વર્ષથી આયોજન કરવામા આવે છે

 શ્રી રાજપૂત યુવા મંડળ પલસાણા વિભાગની વિશેષ સીઘ્ઘી કહી શકાય કાર્યક્રમના અંતમાં ૭૦ થી વઘુ યુવાનો, બાળકો અને દિકરીબાઓ થઈ શોર્યરૂપ તલવારબાજીના કરતબો બતાવી અદભુત વાતાવરણ ઉભુ કર્યું હતુ.

કાર્યક્રમના અંતમાં શ્રી રાજપૂત યુવા મંડળ પલસાણા વિભાગના સમગ્ર ટ્રસ્ટી મંડળ ટીમ દ્રારા ઉપસ્થિત તમામનો આભાર પ્રગટ કરતા શ્રી રાજપૂત યુવા મંડળ પલસાણા વિભાગ ની મહત્વની ૨ કામો “સમાજ સુરક્ષા યોજના અને શ્રી ક્ષત્રિય યુવક સંઘની સંસ્કાર નિર્માણના કાર્યમા ઉત્સાહથી સહકાર આપવા માટે સમગ્ર સમાજને આહવાન કરેલ છે.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल