*સોનગઢ નગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી મહોત્સવ તથા શતાબ્દી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી*

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપનાના શતાબ્દી વર્ષ સમગ્ર દેશ માં મનાવવામાં આવી રહ્યું છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નાં ૧૦૦ વર્ષ પુર્ણ થવાના અને વિજયા દશમી નાં પાવન પર્વ નાં નિમિતે સોનગઢ નગર ખાતે સાર્વજનિક હાઈસ્કુલ ના ગ્રાઉન્ડ પર પથ સંચલન અને ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે મહામહિમ બહુચરા માતા કિન્નર સમાજ નાં માનનીય મમતા માસી પધાર્યા હતા, મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રાંત પ્રૌઢ પ્રમુખ શ્રી પ્રકાશજી મિસ્ત્રી, પ્રોફેસર વસંતભાઈ સાહેબ, જિલ્લા સહ કાર્યવાહ જીતેન્દ્રસિંહ ચૌહાણ, નગર કાર્યવાહ નરેશભાઈ મરાઠે, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ જોશીજી, કરોબારી અધ્યક્ષ હેતલભાઇ મહેતા,

રાહુલભાઈ સિંપી, ધર્મ જાગરણ વિભાગના ચંદનસિંહ ગોહિલ નગરપાલિકા અધ્યક્ષ સારિકાબેન પાટીલ તથા નગરસેવકો ઉપસ્થિત રહ્યાં હતા. અને આ કાર્યક્રમ માં નગર માંથી આમંત્રિત મહેમાનો, સ્વયં સેવક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

પહેલા આમંત્રિત મહેમાનોએ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સ્વયંસેવકો તથા નગરજનો એ સસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.






