ગુજરાત ભા .જ.પાના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ છે

કોણ છે જગદીશ વિશ્વકર્મા (પંચાલ)

ગુજરાત ભાજપના એક મજબૂત અને અનુભવી નેતા તરીકે જગદીશ વિશ્વકર્મા (પંચાલ) ની ગણના થાય છે
મૂળભૂત રીતે તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે
તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં થયો
જગદીશ વિશ્વકર્મા OBC સમાજમાંથી આવે છે અને સમાજમાં તેમનો મજબૂત પ્રભાવ છે

તેઓ સંગઠનમાં લાંબા સમય સુધી કાર્યરત રહ્યા છે અને અમદાવાદ શહેર પ્રમુખ તરીકેની મહત્વની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે
રાજકીય કારકિર્દીમાં ધારાસભ્ય તરીકેનો પ્રવાસ વર્ષ 2012માં શરૂ થયો હતો
વર્ષ 2021માં પહેલીવાર રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હતા

શરૂઆતમાં તેમણે વન અને પર્યાવરણ મંત્રી, ત્યારબાદ ઓગસ્ટ 2022માં માર્ગ અને મકાન વિભાગની મહત્વની જવાબદારી સંભાળી હતી

ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં પણ જગદીશ વિશ્વકર્માએ ફરીથી મંત્રીમંડળમાં સ્થાન જાળવી રાખ્યું છે.

હાલ તેઓ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સહકાર મંત્રી તરીકેનો મુખ્ય કાર્યભાર સંભાળી રહ્યા છે

તેઓ રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી તરીકે પણ કાર્યરત છે

જગદીશ વિશ્વકર્મા ભાજપ માટે એક મહત્વપૂર્ણ અને પરિપક્વ નેતા તરીકે ઉભરી આવ્યા છે

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल