નવરાત્રિમાં વરસાદનું વિઘ્ન
અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓમાં ચિંતા

રાજ્યના વિવિધ ભાગોમાં મોનસૂન વિડ્રોઅલ સિસ્ટમ સક્રિય થતા ચોમાસાની વિદાય થઇ રહી છે ત્યારે 24મીએ રોજ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતાને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ સહિત રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહીના લીધે નવરાત્રિના રંગમાં ભંગ પડે તેવી દહેશત સેવાઇ રહી છે. આ સ્થિતિમાં ગરબા આયોજકો અને ખેલૈયામાં અત્યારથી ચિંતાનો માહોલ છવાયો છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 24 સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં ચાર ઇંચ તો કેટલાક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે.
#Gujarataatmiyata #Navratri2025 #Garba
ગુજરાત આત્મીયતા ન્યૂઝ બારડોલી :- 9016924808






