સુરતના કોસમાડા ખાતે રૂ.૧૦૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ


——-
વિશ્વભરમાં કૃષ્ણભક્તિનો દીપ પ્રગટાવનાર જગતગુરૂ શ્રી પ્રભુપાદજીની દિવ્ય પ્રેરણાથી સુરતના કોસમાડા ખાતે રૂ.૧૦૧ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું ભૂમિપૂજન કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું હતું.

ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીએ ભૂમિપૂજન સ્થળે યજ્ઞમાં આહૂતિ પણ આપી હતી. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભા.જ.પા સી.આર પાટીલ. અને દક્ષિણ ગુજરાત રાજપૂત સમાજ ના પ્રમુખશ્રી પ્રદ્યુમનસિંહ ગોહિલ . મહેશભાઈ સવાણી (સવાણી ગ્રુપ) તેમજ સુરત શહેર ની વિવિધ સંસ્થાના સામાજિક રાજકીય અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા


એન્થમ સર્કલ, આઇકોનિક રોડ, રિંગ રોડ કેનાલ, કોસમાડા ખાતે ૩.૫૧ લાખ ચોરસ ફૂટમાં ઈસ્કોન મંદિર નું નિર્માણ પામશે.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સુરત : 9016924808






