“એસ.ઓ.જી.શાખા જી.તાપી”
પ્રોહીબીશન ગુનાના બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપી ની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી
ता-१८/०८/२०२५
શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ‚ પોલીસ મહાનિરીક્ષક, સુરત વિભાગ સુરત, તથા જશુભાઇ દેસાઇ , પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા નાઓએ એસ.ઓ.જી ચાર્ટરને લગતી કામગીરી કરવા તથા શરીર/મિલકત સબંધિત તેમજ પ્રોહીબિશનના ગુનાઓના નાસતા ફરતા તેમજ વોન્ટેડ આરોપીઓને પકડી તેમના વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને,
શ્રી કે.જી.લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એસ.ઓ.જી.શાખા તાપી નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.શાખાના એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ બ.ન.૩૪૭ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ બન.૩૫૨ તેમજ આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ બ.ન.૧૮૯ નાઓ સોનગઢ પો.સ્ટે. વિસ્તારમા વોન્ટેડ આરોપી પકડવા વોચ/તપાસમા હતા. તે દરમ્યાન એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ બ.ન.૩૪૭ તેમજ આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ બ.ન.૧૮૯ નાઓને સયુક્ત રીતે ખાનગી રાહે બાતમી મળેલ કે, સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સી પાર્ટ ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૪૨૫૨૩૪૦/૨૦૨૫ ગુજરાત પ્રોહીબિશન સુધારા અધિનિયમ ૨૦૧૭ ની કલમ-૬૫(ઇ),૮૧, ૮૩,૯૮(૨) મુજબના ગુનામા સંડોવાયેલ વોન્ટેડ આરોપીઓ (૧) મનિષભાઇ મહેશભાઇ ગામીત રહે.સોનગઢ,અલીફનગર, તા.સોનગઢ જી.તાપી (૨) દિનેશભાઇ છબીલદાસ પારધી રહે.સોનગઢ, હાથી ફળીયુ, તા.સોનગઢ જી.તાપી નાઓ વોન્ટેડ છે અને હાલમા સોનગઢ ખાતે હાથી ફળીયામા આવેલ હનુમાન મંદિરની સામે ઉભા છે. જેથી મળેલ બાતમી આધારે સોનગઢ, હાથી ફળીયામા આવેલ હનુમાન મંદિરની સામે જતા વોન્ટેડ આરોપીઓ (૧) મનિષભાઇ મહેશભાઇ ગામીત (૨) દિનેશભાઇ છબીલદાસ પારધી નાઓ પકડાઇ જતા તા.૧૮/૦૯/૨૦૨૫ ના કલાક ૦૦/૫૦ વાગે B.N.S.S. કલમ-૩૫(૧) જે મુજબ અટક કરી એક વિવો કંપનીનો V 2029 મોડલ વાળો એન્ડ્રોઇડ મોબાઇલ જેની કિ.રૂ.૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ છે.
પકડાયેલ આરોપી :- (૧) મનિષભાઇ મહેશભાઇ ગામીત રહે.સોનગઢ,અલીફનગર, તા.સોનગઢ જી.તાપી (૨) દિનેશભાઇ છબીલદાસ પારધી રહે.સોનગઢ, હાથી ફળીયુ, તા.સોનગઢ જી.તાપી
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
શ્રી, કે.જી.લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એસ.ઓ.જી.શાખા તાપી નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ બ.ન.૩૪૭ તથા અ.હે.કો. હીરેનભાઇ ચીમનભાઇ બ.ન.૩૫૨ તેમજ આ.પો.કો. જયેશભાઇ બલીરામભાઇ બ.નં. ૧૮૯ નાઓએ કામગીરી કરેલ છે.






