આહવા ડાંગ : કન્યા સાક્ષરતા નિવાસી શાળા સાપુતારા ખાતે મોટીવેશન કાર્યક્રમ યોજાયો.


તા. 11-09-2025ના દિને ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર અને પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી આહવા-ડાંગના તાબા હેઠળ કાર્યરત કન્યા સાક્ષરતા નિવાસી શાળા-સાપુતારાની ધોરણ-9 થી 12ની કુલ- 220 જેટલી વિદ્યાર્થિનીઓ માટે નવસારીના મેડિટેશન અને
મોટિવેશનલ ટ્રેઈનર (પ્રેરણાતમક વક્તા)શ્રી સતિષકુમાર એલ. પટેલ અને તેઓની ટીમના સાથી મિત્ર શ્રી પ્રજ્ઞેશ ભાઈ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ એક સેમિનાર યોજાયો.
તેઓએ વર્તમાન પરિસ્થિતિમાં અવરોધક પરિબળોની વાત કરી અભ્યાસ દરમિયાન મોબાઈલના લાભા-લાભ સાથે જીવનમાં થતી અસર, પંચમહાભૂતોની સમજ, પોઝિટિવ અને નેગેટિવ વિચારોથી પરિવારમાં તેમજ સમાજમાં થતી આડ અસરો અંગે વિડિઓના માધ્યમથી સમજ આપી સમાજ જીવનની વાસ્તવિકતાનો ખ્યાલ આપ્યો હતો.

કાર્યક્રમને સુચારુ અને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી શિવરામભાઈ પાલવેએ શાબ્દિક પ્રવચન કરી મહાનુભાવને આવકાર્યા હતા. તેમજ શાળાની ચિત્ર શિક્ષિકા કુ.હર્ષનાબેન બિરારી, અર્ચનાબેન, હેમાંગીનીબેન, સેજલબેન, સંગીતાબેન અને બિન શૈક્ષણિક કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગી બન્યા હતા.
તેઓની ટીમ દ્રારા શાળાને સ્મૃતિ ભેટ અને ભારતમાતાની આરતી અર્પણ કરી હતી.
દરેક શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન ધ્યાન અને પ્રેરણા મળી રહે તે માટે આવા કાર્યક્રમો થવા જોઈએ એવો શાળા ના આચાર્ય શ્રી એ અભિપ્રાય આપ્યો જે માટે કાર્યક્રમ કરનાર મહાનુભાવોને શાળા પરિવારે શુભેચ્છા પાઠવી હતી.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સાપુતારા : 9016924808






