**”हिंदी हमारी राष्ट्रभाषा और संस्कृति की अनूठी विरासत है”।* શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત શ્રી શાંતારામ ભટ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ મોતામાં 14 સપ્ટેમ્બર 2025 ના હિન્દી દિવસ ના ઉપલક્ષમાં હિન્દી સપ્તાહની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

હિન્દી દિવસના અતિથિ વિશેષ શ્રી રામ નારાયણ તિવારી, શાળાના આચાર્ય શ્રી દીપિકાબેન પટેલ , શિક્ષકો અને વિદ્યાર્થી મિત્રોએ દીપ પ્રજજવલિત કરીને કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી. હિન્દી સપ્તાહ ની ઉજવણી ત્રણ ચરણોમાં કરવામાં આવી હતી

જેમાં પ્રથમ ચરણમાં ધોરણ એક અને બે ના વિદ્યાર્થીઓએ પોતાની કાલી ઘેલી ભાષામાં પ્રાણી નો પરિચય વાર્તા હિન્દી ભાષાનું મહત્વ અને હિન્દી ઉખાણાઓરજૂ કર્યા હતા. બીજા ચરણમાં ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓએ સમૂહ ગીત કાવ્ય ,હિન્દી ભાષા નું મહત્વ ધોરણ ચાર ના વિદ્યાર્થીઓએ આકર્ષક અને આબેહૂબ શૈલીમાં કવિ પરિચય, સમૂહ ગીત કાવ્ય પઠન ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યા હતા. ત્રીજા ચરણમાં ધોરણ પાંચ છ સાત આઠ ના વિદ્યાર્થીઓએ કબીરના દોહાઓ ,મુહાવરે , કવિતા ગાન, હિન્દી ભાષાનું મહત્વ, ઉખાણા, હિન્દી ભાષા ની શાયરીઓ ખૂબ જ સુંદર રીતે રજૂ કરી હતી.

શાળાના બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહથી હિન્દી દિવસની પ્રવૃત્તિમાં ભાગ લઈને યાદગાર સંભારણું બનાવ્યું હતું.આ શુભ અવસરે અતિથિ વિશેષ શ્રી નારાયણ તિવારીએ શાળાના આ સંનિષ્ઠ પ્રયાસ ને બિરદાવી વધાવ્યો હતો. આચાર્યશ્રી દીપિકાબેન પટેલે વિદ્યાર્થીઓને હિન્દી ભાષાનું જતન , સંવર્ધન અને સંરક્ષણ કરવા માટે સમજાવ્યું હતું. મોતા કેળવણી મંડળના સભ્યો દ્વારા શાળામાં થતી સર્વ પ્રવૃત્તિઓની સાથે હિન્દી સપ્તાહની ઉજવણીના આ સંનિષ્ઠ પ્રયાસ ને બિરદાવ્યો હતો.

શાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલે આચાર્યશ્રી શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા .ખરેખર હિન્દી દિવસ અંતર્ગત હિન્દી સપ્તાહ એ હિન્દી ભાષા નું સોનેરી સિદ્ધિનું સુવર્ણ મોર પિચ્છ બની રહ્યું હતું.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : બારડોલી
એડિટર :- હિમાંશુ ઠાકોર
9016924808






