*આજરોજ સુરત ખાતે કેન્દ્રિય જળશક્તિમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ .એસ.ટી અને ચોમાસા સત્ર સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી.*
*________*
*એક સર્વે પ્રમાણે જી.એસ.ટીના અમલથી MSME સહિત 85 ટકા લોકોએ સંતોષ વ્યકત કર્યો છે:- સી.આર.પાટીલ*

________
*સ્થાનિક ઉત્પાદન વધે, નિકાસને ટેકો મળે અને સરકારની આવક વધે, ભારતની વૈશ્વિક આર્થિક શક્તિને ગતિ મળે તે માટે જરૂરી સુઘારા કરવામાં આવ્યા છે:- સી.આર.પાટીલ*
*________*
*વડાપ્રધાનશ્રીએ આપણને લાલ કિલ્લા પરથી કહ્યુ હતું કે દેશની જનતાને દિવાળીની ભેટ આપવાનો છું અને 22 સ્પેટમ્બરથી જી.એસ.ટીના નવા દર લાગુ થશે તેના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થશે:- સી.આર.પાટીલ*

*________*
*વડાપ્રધાનશ્રીએ “કર્મભૂમિથી માતૃભૂમિ” માટે હાંકલ કરી હતી જે અંતર્ગત સુરતમા રહેતા અન્ય રાજ્યના લોકોએ “કેચ ધ રેઇન” યોજના અંતર્ગત પોતાની માતૃભૂમિમાં સુરત મોડલ સ્ટ્રકચર તૈયાર કર્યા છે:- સી.આર.પાટીલ*
*________*
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, આજરોજ સુરત ખાતે કેન્દ્રિય જળશક્તિમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ જી.એસ.ટી અને ચોમાસા સત્ર સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કાર્યક્રમમાં રાજયના ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવીએ વડાપ્રધાનશ્રીના જીવન પર આધારીત તૈયાર કરાયેલા નાટકના આયોજન સંદર્ભેની વિગત વાર માહિતી પ્રેસ મીડિયાને આપી હતી.
સી.આર.પાટીલએ વધુ સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ દેશમા જી.એસ.ટીનો કાયદો લાવ્યા જેના અનેક ફાયદા આપણને મળ્યા છે. 2017 પહેલા દરેક રાજયમા અલગ અલગ ટેક્સની વ્યવસ્થા હતી., પ્રવેશ શુલ્ક જેવા વઘારાના ટેક્સ લેવાતા, દરેક રાજયના પોતાના રિટર્ન ઓડિટ અને નીતી હતી જેના કારણે લોકોને અનુસરવુ મુશ્કેલ હતું. ઇનપુટ ટેક્સ ક્રેડિક નબળુ હોવાથી દુરઉપયોગ થતો. કેન્દ્રિય દેખરેખ હેઠળ ન હોવાથી ટેક્સ ચોરી થતી હતી આથી 2017મા જી.એસ.ટી શરૂ કરવામાં આવ્યું હતું. જુલાઇ 2015મા જી.એસ.ટીને 8 વર્ષ પુર્ણ થયા. ‘એક રાષ્ટ્ર, એક કર”નુ સપનુ પુર્ણ થયું અને ભારત એક જ બજારમા જોડાયો, રાજ્યો વચ્ચેનો વેપાર સરળ બન્યો અને જુદા-જુદા ટેક્સ દુર કરવામાં આવ્યા. એક સર્વે પ્રમાણે MSME સહિત 85 ટકા લોકોએ જી.એસ.ટીના અમલ થી સંતોષ વ્યકત કર્યો છે તેમ પાટીલએ જણાવ્યુ હતું.
પાટીલએ જીએસટીના રિફોર્મ અંગે વધુમાં જણાવ્યું કે, 2017મા 66.5 લાખ રજીસ્ટર કરદાતાઓ હતા અને 2025મા 2.51 કરોડ એટલે કે 1.51 કરોડ જેટલા કરદાતાઓ જી.એસ.ટીના દાયરામાં આવ્યા જેમાં સરકારની આવક પણ વધી છે. આજે ભારતના અર્થતંત્ર પર એક પ્રકારે વિશ્વાસ વધ્યો છે. જી.એસ.ટીનુ આગળનું ચરણ સરકાર દરોની સમિક્ષા અને સમાનતા કરશે. નાગરિકોને વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આઘાર બની રહેશે. ટેક્સાટાઇલના દરને 12 ટકાથી 5 ટકાના સ્લેબમા સમાવેશ કરવામાં આવ્યો. ચાર પ્રકારના દરમાથી જી.એસ.ટીમાં હવે ફકત 2 મુખ્ય દર 5 ટકા અને 18 ટકા કરવામાં આવ્યા છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ પર જી.એસ.ટી દર ઘટાડવામાં આવ્યો છે. જી.એસ.ટીનુ ઓનલાઇન ઝડપી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ અને નિકાસકાર્યો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી. સ્થાનિક ઉત્પાદન વધે, નિકાસને ટેકો મળે અને સરકારની આવક વધે, ભારતની વૈશ્વિક આર્થિક શક્તિને ગતિ મળે તે માટે જરૂરી સુઘારા કરવામાં આવ્યા છે. લકઝરી વસ્તુઓ પર 40 ટકા જી.એસ.ટીનો સ્પેશિયલ સ્લેબ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબના સમય દરમિયાન લોકહિત માટે જ્યારે જરૂર પડી ત્યારે ઝડપી પગલા લેવામાં આવ્યા છે તેના કારણે વેપારને ગતી મળી છે. જીએસટી રિફોર્મથી ઉદ્યોગકારો તેમની પ્રોડક્ટસની ગુણવત્તા સુઘારી શકશે, સારી વસ્તુઓ સસ્તાભાવમાં આપણા દેશમા ઉત્પાદન થયેલી વસ્તુઓ વાપરવા મળશે. વેપારીઓ ઉત્પાદન વઘારી શકશે. વડાપ્રધાનશ્રીએ આપણને લાલ કિલ્લા પરથી કહ્યુ હતું કે દેશની જનતાને દિવાળીની ભેટ આપવાનો છું અને 22 સ્પેટમ્બરથી જી.એસ.ટીના નવા દર લાગુ થશે તેના કારણે ઘણી વસ્તુઓ સસ્તી થશે. વિમા પર લાગતો ટેક્સ પણ દુર કરવાથી તેની રકમ પણ ઓછી થવાની છે. આમ જી.એસ.ટીના નવા દર વડાપ્રદાનશ્રી મોદી ના નેતૃત્વમાં કેન્દ્રિય નાણાંત્રીશ્રી નિર્મલા સિતારમણએ મહત્વનો નિર્ણય કર્યો છે જેને સમગ્ર દેશે આવકાર્યો છે. દેશની જનતામાં જી.એસ.ટીના નવા દરથી સંતુષ્ટની લાગણી જોવા મળી રહી છે તેમ શ્રી પાટિલજીએ જણાવ્યુ હતું.
સુરતના એરપોર્ટ અંગે શ્રી પાટીલએ વધુમાં જણાવ્યું કે, ઉડાનની સસ્તા દરની ટીકિટ હોય છે તેમા રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા સહાય આપવામાંમ આવતી હોય છે અને કેફેમા સસ્તાભાવમા ખાવા પિવાની વસ્તુ મળે તેની રજૂઆત કરી હતી જેમા એવીએશન મંત્રીએ પોઝીટીન પત્ર મોકલ્યો હતો. જેમા સુરત મહાનગર અને AAI વચ્ચે થયેલ ચર્ચા દરમિયાન ઓટો સ્ટેન્ડ મુકવા મંજૂરી મળી છે. હવામાન ખરાબ હોવાથી ઘણી વાર વિમાનને ડાયવર્ટ કરવા પડે છે તેના માટે સાઘનો એરપોર્ટ પર લાગી જશે જેના કારણે આવી સમસ્યા નહી ઉભી થાય.
શ્રી પાટીલએ “કેચ ધ રેઇન” યોજના અંગે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ દેશભરમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ અંગે જે હાંકલ કરી હતી તેમા છેલ્લા 8 મહિનામા 33 રાજયો અને 611 જિલ્લામાં અંદાજે 32 લાખ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યા. જેમાં, વિશેષતા એ છે કે જળશક્તિ મંત્રાલયમાથી એક પણ રૂપિયાનુ ફંડ આપવામાં આવ્યુ નથી લોકોએ સ્વયંભુ કે સી.એસ.આપ ફંડ માથી તે દાતાશ્રીઓના સહયોગથી કામ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રી ના કર્મભૂમિથી માતૃભૂમિ માટે હાંકલ કરી હતી જે અંતર્ગત રાજસ્થાનના સુરતમા રહેતા લોકોએ 1 લાખ 60 હજાર સ્ટ્રકટર રાજસ્થાનમા તૈયાર કર્યા અને 34 હજારથી વધુ સ્ટ્રકચર મધ્યપ્રદેશમા તૈયાર થયા અને બિહારમાં 10 જિલ્લામાં દરેક ગામમાં 4 સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યા છે. સુરતમા સૌરાષ્ટ્રમાં,મધ્ય અને ઉત્તર ગુજરાતના વસતા લોકોએ પણ આ યોજનામા ખૂબ મોટુ યોગદાન આપ્યું છે. જીટોના આગેવાનોએ પણ 100 કરોડના ખર્ચ કરવાની ખાતરી આપી છે. સુરત જીલ્લામાં 37 હજારથી વધુ અને સુરત શહેરમા 6 હજારથી વધુ સ્ટ્રકચર થયા છે.
પાટીલએ વધુમાં જણાવ્યું કે, સુરતના સફાઇ કર્મીઓ અને અધિકારીશ્રીઓની મહેનતથી સુરત આજે સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંકે છે ઇંદોર કરતા 5 અંક વધુ મેળવી પ્રથમ ક્રમાંકે રહ્યુ છે. સુરત મહાનગર પાલિકાના અંદાજે 6 હજાર જેટલા સફાઇ કર્મીઓ મહેનત કરી છે તે બદલ અભિનંદન પાઠવ્યા હતા. દરેક સફાઇ કર્મચારીઓના સંતાનો વધુ ભણી શકે તે માટે તેમને આગળ ભણાવવી ફી નવી ઉભી કરાયેલ એક સંસ્થામાથી મળી રહે તેવું આયોજન કરવા જણાવ્યું. મકાન માટે વગર વ્યાજની લોન મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવે તેમજ વાહન લેવા માટે વગર વ્યાજે લોન મળે તેવી મદદ મળે તે માટે ફંડનો ઉપયોગ થાય તેવો પ્રયત્ન થશે તેમ પણ જણાવ્યુ હતું. તે માટે 17 સપ્ટેમ્બરના રોજ ઈન્દોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે જેમા દાતાઓ અને સફાઇ કર્મચારીઓ ઉપસ્થિત રહેશે જેમા સફાઇ કર્મીઓને સન્મનીત કરવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જીવન પર આધારિત બનાવેલ નાટક અંગે મીડિયાને માહિતી આપતા હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું કે, આ નાટક અઢી કલાકનુ છે સાથે મલ્ટી મીડિયા મ્યુઝિક શો સાથે કાર્યક્રમ તારીખ 7 સપ્ટેમ્બરે સાંજે 07:00 કલાકે સરથાણા ખાતે શુંભારંભ થશે. આ નાટક 400 લોકની ટીમે અદભૂત શો તૈયાર કર્યો છે. આગામી દિવસમાં રાજયના વિવિધ જિલ્લાઓમા આ નાટક પ્રદર્શિત કરવામાં આવશે. કાર્યક્રમમાં સૌથી વધુ આર્ટિસ્ટો એક સાથે પ્લે કરશે તેમજ સુરતમા લેબ્રો ડાયમંડ એસોશિયએશન દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રેસ કોન્ફરન્સમા રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલ, સાંસદશ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા, શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ, શહેર મહામંત્રીશ્રીઓ કિશોરભાઈ બિંદલ, કાળુભાઈ ભીમનાથ, ડેપ્યુટી મેયર ડૉ.નરેન્દ્રભાઇ પાટીલ, શાશક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત આત્મીયતા ન્યૂઝ : સુરત : તંત્રી : હિમાંશુ ઠાકોર 9016924808






