*વાલોડ તાલુકામાં આવેલ બેડકુવા ગામના ઉમેરી ફળિયામાં દીપડી પાંજરે પુરાઈ..*

તાપી જિલ્લા વાલોડ તાલુકામાં આવેલ બેડકુવા ગામના ઉમરી ફળિયાના રહેવાસી રાહુલભાઈ પ્રવીણભાઈ ગામીત ના ઘર નજીક તા:30 ઓગસ્ટ શનિવારે વન્ય પ્રાણી દીપડી નજરે પડતા તરત જ વાલોડ વનવિભાગ ને જાણ કરવામાં આવી, અને તા:30 ઓગસ્ટ શનિવારે સાંજે ઉમેરી ફળિયામાં પાંજરું મૂકવામાં આવ્યું, અને તા:1 સપ્ટેમ્બર સોમવારે સવારે 5 વાગે સિકારની શોધમાં નીકળેલી 4 વર્ષની દીપડી પાંજરે પુરાઈ, એ પછી બેડકુવા ગામના સરપંચશ્રી વિકેશભાઇ ગામીત પોતે વાલોડ વનવિભાગ સાથે RCSSG મેમ્બર ઇમરાન વૈદ ને જાણ કરવામાં આવી, કે અમારા ગામમાં દીપડી પાંજરે પુરાઈ છે. આ દીપડી વિશે જાણ થતા, તાત્કાલિક RCSSG મેમ્બર પોતે હાજર થઈ, તે સાથે વાલોડ વન વિભાગ ના કર્મચારી સંદીપ ચૌધરી પોતે પણ હાજર થયા, પાંજરા નો કબ્જો લઈ અને તરત જ પાંજરે પુરાઈ દીપડી વાલોડ વન વિભાગની નર્સરી પર મૂકવામાં આવી.






