કામરેજની રામકબીર શાળામાં આપણી શાળા – આપણું તીર્થ કાર્યક્રમ યોજાયો

કામરેજની રામકબીર શાળામાં આપણી શાળા – આપણું તીર્થ કાર્યક્રમ


—————————-
શ્રી ભારતીય વિદ્યા મંડળ સંચાલિત ધી કે વી કો ઓ માદયમિક શાળા ( શ્રી રામકબીર હાઇસ્કૂલ ) માં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તથા રામકબીર હાઇસ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે આપણી શાળા , આપણું તીર્થ તેમજ આપણી શાળા – આપણું સ્વાભિમાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમમાં સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના EI તેજલબેન રાવ , AEI નિતેષભાઇ જોષી , ગુજરાત પ્રાંતના આચાર્ય સંવર્ગ ના અધ્યક્ષ આચાર્ય બી. એન.બી. હાઇસ્કૂલ ના જીજ્ઞેશભાઇ પટેલ , શૈલેષભાઇ દેસાઈ , કામરેજ તેમજ પલસાણા તાલુકાની જુદી જુદી શાળાના આચાર્ય શ્રી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત શિક્ષકમિત્રો , આચાર્ય શ્રી ઓ , વિદ્યાર્થીમિંત્રો આપણી શાળા – આપણું સ્વાભિમાન , આપણી શાળા – આપણું તીર્થ ના જતન અંગે દઢ સંકલ્પ કરી પ્રતિજ્ઞા લીધી હતી.
કાર્યક્રમના સુંદર આયોજન માટે પ્રમુખ શ્રી અરવિંદભાઇ ભક્ત , માનદમંત્રી શ્રી પરેશભાઇ ભક્ત , ખજાનચી શ્રી જીજ્ઞેશભાઇ ભક્તે શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઇ દેસાઈ , મા. વિ. ના નિરીક્ષક શ્રી જયંતિભાઇ પટેલ , ઉ મા વિ ના નિરીક્ષક શ્રી કેતનભાઇ દેસાઈ , શિક્ષકમિત્રો તેમજ વિદ્યાર્થીમિત્રોને અભિનંદન પાઠવી સશકત આત્મ નિર્ભર રાષ્ટ્ર નિર્માણ માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल