માય ભારત-સુરત અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા કાપોદ્રા ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા નો ક્રાર્યકમ યોજાયો..*

*માય ભારત-સુરત અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા કાપોદ્રા ખાતે વૃક્ષારોપણ અને સ્વચ્છતા નો ક્રાર્યકમ યોજાયો..

ગતરોજ માય ભારત-સુરત (યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય,ભારત સરકાર) અને ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ કાપોદ્રા ખાતે “એક પેડ માં કે નામ” અને “પ્રોજેક્ટ સ્વચ્છ નેબરહુડ” ના અંતર્ગત શાળા અને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ૮૦ જેટલા વૃક્ષારોપણ કરવામાં આવ્યા હતા તથા જાહેર સ્થળોએ સ્વચ્છતા કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શ્રી સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલ ની ૬ ગુજરાત ગર્લ્સ બટાલિયન ની એનસીસી કેડેટ્સ,માય ભારત-સુરત ના સ્વયંસેવકો,ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક ના કર્મચારીઓ અને સુરત મહાનગરપાલિકા ના કર્મચારીઓ મળી ૧૦૦ થી વધુ લોકોએ હાજરી આપી હતી.આ કાર્યક્રમમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર પ્રવીણભાઈ, બ્રાન્ચ મેનેજર ભાવિન વાડીવાળા,કસ્ટમર રિલેશન મેનેજર અલ્પેશ સુરતી,સેનિટરી ઇન્સ્પેક્ટર અલ્પેશ મહંત અને એનસીસી ઓફિસર સરિતાબેન હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક નાયબ નિયામક સચિન શર્મા રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન અને નિરીક્ષણ મનોજભાઈ દેવીપુજક,ગૌરવભાઈ પડાયા અને જૈવિક રૈયાણી દ્વારા કરવા મા આવ્યુ હતુ.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल