તા.19/08/2025
ભારત સરકારના કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ ની આગેવાની અને માર્ગદર્શન હેઠળ કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરી ને દિલ્હી ખાતે સુરત જિલ્લમાથી પ્રસાર થતા NHI 48 અને NHI 53 હાઇવે રોડ માટે વિવિધ વિસ્તાર ના ઓવર બ્રિજ, હાઇવે પર થી એન્ટ્રી,અન્ડર બાયપાસ, સર્વિસ રોડ,ફૂટ ઓવરબ્રિજ, વગેરે જરૂરિયાત મુજબ ના લોકહિતના કામો ઝડપી થી મંજુર કરવામાં આવે તે બાબતે રજૂઆત કરવામાં આવી.
આ પ્રકલ્પો સાકારિત થયેથી કાયમી ટ્રાફિકની તેમજ ગંભીર અકસ્માતની સમસ્યાનું નિરાકરણ થશે.

આ તબક્કે બારડોલી લોકસભાના સાંસદ પ્રભુભાઈ વસાવા,168- ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ, સુરત જિલ્લા ભાજપના પ્રમુખ ભરતભાઈ રાઠોડ, તેમજ જીલ્લાના મહામંત્રી જીગરભાઈ નાયક, કિશનભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા.







