શ્રી શાંતારામ ભટ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશના જવાનો માટે રાખડી મોકલવામાં આવી..

*શ્રી શાંતારામ ભટ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા દેશના જવાનો માટે રાખડી મોકલવામાં આવી*


શ્રી મોતા કેળવણી મંડળ સંચાલિત *”શ્રી શાંતારામ ભટ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ, મોતા* ” માં દર વર્ષની જેમ આ વર્ષે પણ, *”રાખી દેશ કે જવાનો કે નામ”* અંતર્ગત દેશની સ્વતંત્રતા અને રક્ષા માટે પોતાના જીવનને જોખમમાં મૂકનાર

*દેશના વીર, જાંબાઝ, સાહસિક સૈનિકોના કર્તવ્યોને બિરદાવવા અને અનેરું સન્માન આપવા માટે* અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ *રંગ અને આકારની અવનવી સુંદર રાખડીઓ તેમજ સુશોભિત કાર્ડ અને પત્રો* બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને દેશની સરહદો નું રક્ષણ કરતા વીર જવાનો જેવા કે અમારી શાળા સાથે જોડાયેલા ઘણાં જવાનો છે જેમાં શાળામાં *

અભ્યાસ કરી ગયેલ પૂર્વ વિધાર્થી જગદીશ વસાવા* તેમજ વિદ્યાર્થીઓના વાલી જે આર્મીમાં ફરજ બજાવતા તેમના બટાલિયન માટે ,*શાળામાં ફરજ બજાવતા શિક્ષિકાના પતિ એવા રવિન ચૌધરી* અને એમના ગ્રુપના જવાનો માટે તદુપરાંત “પઠાણ કોટ, બનાસકાંઠા, દ્વારકા,બી. એસ.એફ.”માટે રાખડીઓ મોકલવામાં આવી હતી.

તેમજ અમારી શાળા સંકુલ સુરત ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોવાથી સ્થાનિક કક્ષાએ સુરક્ષામાં હંમેશા તત્પર રહેતા *૪૫ પોલીસ કર્મચારીઓને* *રાખડી, સુશોભિત કાર્ડ તેમજ મીઠાઈ અર્પણ કરી* *સન્માન* કરવામાં આવ્યું હતુ.
આ શુભ અવસરે આચાર્યા શ્રી દિપીકાબેન પટેલ તેમજ પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ અને કેળવણી મંડળના સદસ્યોએ ચિત્ર શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ ને અભિનંદન પાઠવી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल