સાયલા પાળીયાદ હાઇવે ઉપર પાળિયાદ ખાતે ગોમા નદી ઉપર આવેલ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાતા પાળીયાદ બાબરકોટ ગામના રહીશો પરેશાન

*સાયલા પાળીયાદ હાઇવે ઉપર પાળિયાદ ખાતે ગોમા નદી ઉપર આવેલ પુલ વાહન વ્યવહાર માટે બંધ કરાતા પાળીયાદ બાબરકોટ ગામના રહીશો પરેશાન*

ગોમા નદી ઉપર આવેલ પુલ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ બંધ કરાતા હાલમાં મોટા ડંફરો મોટા કન્ટેનરો તેમજ ઓવરલોડ વાહનો પાળિયાદ ગામમાં નદીને કાંઠે બનાવેલ સિંગલ પટ્ટી રોડ ઉપર ચાલતા મોટો અકસ્માત થવાનો ભય રહે છે નાના વાહનો માટે બનાવેલ સિંગલ પટ્ટીમાં બે નાળા આવેલા છે તેમાંથી એક નાળુ હાલમાં બેસી ગયેલ છે જો વધારે સમય સુધી વાહન પસાર થશે તો બંને નાળા બેસી જવાની એટલે કે તૂટી જવાની પૂરી સંભાવના છે

બંને રોડ પાળીયાદ ગામ વિસ્તાર અને બાબરકોટ માંથી ચાલતો હોવાથી અને રોડ ઉપર સ્કૂલો હોય તે નાના મોટા અકસ્માત થવાનો સંભવ રહે છે ગઈકાલે મોટું કન્ટેનર પાળીયાદ માંથી પસાર થતા pgvcl ની મેનલાઇન તોડી નાખતા આખા પાળીયાદમાં અંધાર પટ જોવા મળેલ તો બંને ગામની વચ્ચેનો રસ્તો પસાર થતો હોય મોટો અકસ્માત થવાનો ભય રહેશે તો વહેલી તકે વહીવટી તંત્રએ આ બાબતે ધ્યાને લઇ મુખ્ય માર્ગનો પુલ વહેલી તકે ચાલુ કરવા અથવા યોગ્ય કોઈ ડાઈવરજન કાઢવા ગામ લોકોની લાગણી અને માંગણી છે જો કોઈ ડ્રાઈવરજન વહેલી તકે કાઢવામાં નહીં આવે તો ગામ લોકોએ ના છૂટકે ગાંધી સીધા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે

Share this post:

खबरें और भी हैं...

लाइव क्रिकट स्कोर

कोरोना अपडेट

Weather Data Source: Wetter Indien 7 tage

राशिफल